કીર્તન મુક્તાવલી

આવો આવો ધર્મકુંવર અલબેલા રે

૨-૧૧૦૦૯: સદ્‍ગુરુ કૃષ્ણાનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

આવો આવો ધર્મકુંવર અલબેલા રે,

પ્યારા રૂપસાગર રંગ રેલા... આવો꠶ ટેક.

પે’ર્યો જરકસી જામો સારો રે, કાજુ નૌતમ કટારો રે;

જાદુગારો છે નૈન નજારો રે... આવો꠶ ૧

શિર પાઘડલી રંગભીની રે, શિર પેચ કલંગી નવીની રે;

શોભે તોરા સહિત અતિ ઝીણી રે... આવો꠶ ૨

નાસા નમણી છે મંગલકારી રે, લાલ અઘર છબિ અતિ સારી રે;

દંત કુંદ કલી અનુસારી રે... આવો꠶ ૩

તિલ બાજુ છે દક્ષિણ ગાલે રે, જોતાં જનમ મરણ દુઃખ ટાળે રે;

કૃષ્ણાનંદ કે’ તેને મુનિ ભાળે રે... આવો꠶ ૪

Āvo Āvo Dharmakuvar Alabelā Re

2-11009: Sadguru Krushnanand Swami

Category: Murtina Pad

Āvo āvo Dharmakuvar alabelā re,

Pyārā rūpsāgar rang relā... āvo ṭek.

Pe’ryo jarakasī jāmo sāro re, kāju nautam kaṭāro re;

Jādugāro chhe nain najāro re... āvo 1

Shir pāghaḍalī rangbhīnī re, shir pech kalangī navīnī re;

Shobhe torā sahit ati zīṇī re... āvo 2

Nāsā namaṇī chhe mangalakārī re, lāl aghar chhabi ati sārī re;

Dant kund kalī anusārī re... āvo 3

Til bāju chhe dakṣhiṇ gāle re, jotā janam maraṇ dukh ṭāḷe re;

Kṛuṣhṇānand ke’ tene muni bhāḷe re... āvo 4

loading