કીર્તન મુક્તાવલી

ધજા ફરકાવો અક્ષરપુરુષોત્તમની દશે દિશામાં

૨-૧૦૩૫: સાધુ હરિચિંતનદાસ

Category: નૃત્ય ગીતો

ધજા ફરકાવો અક્ષરપુરુષોત્તમની દશે દિશામાં,

ધજા ફરકાવો રે... ધજા ફરકાવો રે...

સ્વામિનારાયણની દશે દિશામાં...

 

હો... ધર્મ નિયમના તાર બની છે, ભક્તિથી ગૂંથી છે,

હો... ઉપાસનાના રંગે રંગી, નિષ્ઠાથી મઢી છે,

હે... હાં રે એનો શ્વેત રંગ દુનિયામાં સૌને શાંતિ રે કરતો,

હાં રે એનો લાલ રંગ હૃદિયામાં સૌને ભક્તિ રે ભરતો,

જ્ઞાન ફેલાવો અક્ષરપુરુષોત્તમનું દશે દિશામાં...

જ્ઞાન ફેલાવો રે સ્વામિનારાયણનું દશે દિશામાં...

 

યજ્ઞપુરુષે ધ્વજ રોપિયો, પાયા નાખ્યા પાતાળે,

યોગી પ્રમુખે શાન વધારી, ઝાંખી નહિ પડશે ક્યારે,

ઝંડો ફરક્યો રે ફરક્યો રે ફરક્યો, નવખંડ ધરતીમાંય,

ઝંડો પહોંચ્યો રે પહોંચ્યો રે પહોંચ્યો રે, સાત સમંદર પાર,

ઝંડો ઊડિયો રે ઊડિયો રે ઊડિયો, ભરી બ્રહ્માંડોની બાથ,

ઝંડો લહેર્યો રે લહેર્યો રે લહેર્યો રે, પ્રમુખસ્વામીને હાથ,

પ્રમુખસ્વામીને હાથ, પ્રમુખસ્વામીને હાથ...

 

આતમ કેરું મંદિર બાંધી, તે પર ધ્વજ ફરકાવીશું,

અમ પર થાશે રાજ સ્વામીનું, એવું જીવન બનાવીશું,

એવું જીવન બનાવીશું... એવું જીવન બનાવીશું... એવું જીવન બનાવીશું...

 

એ રે ધ્વજ ફરકાવવા અમે વાયું બની વહી જાશું,

એ રે ધ્વજ શણગારવા અમે રંગ બની ભળી જાશું,

એ રે ધ્વજ વધાવવા અમે ફૂલ બની ખીલી જાશું,

એ રે ધ્વજ દિપાવવા અમે તેલ બની જલી જાશું,

એ રે ધ્વજ ફરકાવવા અમે વાયું બની વહી જાશું,

એ રે ધ્વજ શણગારવા અમે રંગ બની ભળી જાશું...

 

નહિ દઈએ નહિ દઈએ નહિ દઈએ એનું ગૌરવ ઘટવા નહિ દઈએ,

થઈ જઈએ થઈ જઈએ થઈએ જઈએ કુરબાન એની પર થઈ જઈએ,

નહિ દઈએ નહિ દઈએ નહિ દઈએ એનું ગૌરવ ઘટવા નહિ દઈએ...

એનું ગૌરવ ઘટવા નહિ દઈએ... કુરબાન એની પર થઈ જઈએ...

 

રંગ ભરત શ્વેત લાલ, ફરકત અનંત કાલ,

ઉન્નત આ ધ્વજ વિશાલ, જન જન મન છાજે,

નગર નગર ગામ ગામ, ઘર ઘર ને ઠામ ઠામ,

ધ્વજનો કીર્તિ દમામ ઉપ દમામ ગાજે,

મેલીને લોક લાજ કુમકુમનો લઈને સાજ,

નાચે ઉમંગે આજ તાલ મૃદંગ બાજે,

બી.એ.પી.એસ. ગાત સો સો વરસો સંગાથ,

પ્રમુખ મહારાજ હાથ ધ્વજ રસાલ રાજે...

 

ધજા ફરકાવો અક્ષરપુરુષોત્તમની દશે દિશામાં...

સ્વામિનારાયણની દશે દિશામાં...

અક્ષરપુરુષોત્તમની દશે દિશામાં...

Dhajā farakāvo Akṣhar-Puruṣhottamnī dashe dishāmā

2-1035: Sadhu Harichintandas

Category: Nrutya Gito

Dhajā farakāvo akṣhar-Puruṣhottamanī dashe dishāmā,

Dhajā farakāvo re... dhajā farakāvo re...

Swāminārāyaṇanī dashe dishāmā...

 

Ho... dharma niyamnā tār banī chhe, bhaktithī gūnthī chhe,

Ho... upāsanānā range rangī, niṣhṭhāthī maḍhī chhe,

He... hā re eno shvet rang duniyāmā saune shānti re karato,

Hā re eno lāl rang hṛudiyāmā saune bhakti re bharato,

Gnān felāvo Akṣhar-Puruṣhottamnu dashe dishāmā...

Gnān felāvo re Swāminārāyaṇnu dashe dishāmā...

 

Yagnapuruṣhe dhvaj ropiyo, pāyā nākhyā pātāḷe,

Yogī Pramukhe shān vadhārī, zānkhī nahi paḍashe kyāre,

Zanḍo farakyo re farakyo re farakyo, nav-khanḍ dharatīmāy,

Zanḍo pahonchyo re pahonchyo re pahonchyo re, sāt samandar pār,

Zanḍo ūḍiyo re ūḍiyo re ūḍiyo, bharī brahmānḍonī bāth,

Zanḍo laheryo re laheryo re laheryo re, Pramukh Swāmīne hāth,

Pramukh Swāmīne hāth, Pramukh Swāmīne hāth...

 

Ātam keru mandir bāndhī, te par dhvaj farakāvīshu,

Am par thāshe rāj Swāmīnu, evu jīvan banāvīshu,

Evu jīvan banāvīshu... evu jīvan banāvīshu...

Evu jīvan banāvīshu...

 

E re dhvaj farakāvavā ame vāyu banī vahī jāshu,

E re dhvaj shaṇagārvā ame rang banī bhaḷī jāshu,

E re dhvaj vadhāvavā ame fūl banī khīlī jāshu,

E re dhvaj dipāvavā ame tel banī jalī jāshu,

E re dhvaj farakāvavā ame vāyu banī vahī jāshu,

E re dhvaj shaṇagārvā ame rang banī bhaḷī jāshu...

 

Nahi daīe nahi daīe nahi daīe enu gaurav ghaṭavā nahi daīe,

Thaī jaīe thaī jaīe thaīe jaīe kurabān enī par thaī jaīe,

Nahi daīe nahi daīe nahi daīe enu gaurav ghaṭavā nahi daīe...

Enu gaurav ghaṭavā nahi daīe... kurabān enī par thaī jaīe...

 

Rang bharat shvet lāl, farakat anant kāl,

Unnat ā dhvaj vishāl, jan jan man chhāje,

Nagar nagar gām gām, ghar ghar ne ṭhām ṭhām,

Dhvajno kīrti damām up damām gāje,

Melīne lok lāj kum-kumno laīne sāj,

Nāche umange āj tāl mṛudang bāje,

B.A.P.S. gāt so so varaso sangāth,

Pramukh Mahārāj hāth dhvaj rasāl rāje...

 

Dhajā farakāvo Akṣhar-Puruṣhottamnī dashe dishāmā...

Swāminārāyaṇnī dashe dishāmā...

Akṣhar-Puruṣhottamnī dashe dishāmā...

loading