કીર્તન મુક્તાવલી

સર્જન પોષણ લય કરનાર વ્હાલા પ્રમુખસ્વામી

૨-૧૦૩૩: સાધુ અક્ષરજીવનદાસ

Category: નૃત્ય ગીતો

સર્જન... પોષણ... પ્રલય કરનાર...

ગુરુ ર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ, ર્ગુરુ ર્દેવો મહેશ્વરઃ

ગુરુઃ સાક્ષાત્ પરં બ્રહ્મ, તસ્મૈ શ્રીગુરવે નમઃ

 તસ્મૈ શ્રીગુરવે નમઃ

સર્જન પોષણ લય કરનાર, વ્હાલા પ્રમુખસ્વામી,

બ્રહ્મ વિષ્ણુ મહેશ થનાર, એવા મારા સ્વામી...

 

સર્જન કરે અમ સદ્‌ગુણોનું સર્જન કરે રૂડા સંસ્કારોનું,

સર્જન કરે છે મંદિરોનું, સર્જન કરે છે અખિલ વિશ્વનું,

 અખિલ વિશ્વનું... અખિલ વિશ્વનું...

દિવ્ય માત છો દિવ્ય તાત છો સખા બંધુ છો દિવ્ય જાત છો,

દિવ્ય સત્સંગના સર્જનહાર, એવા મારા સ્વામી... સર્જન ૧

 

સંસ્કૃતિના પોષણહાર, છે વિષ્ણુથી ન્યારા,

નિયમ દઈને જીવન ઘડનાર, રક્ષાના કરનારા,

સત્સંગ ને ભક્તિ ભરનાર, સૌનું શ્રેય કરનારા,

માયા બંધન મીટાવનાર, ગુણાતીત ગુરુ પ્યારા,

ગુણાતીત છો પ્રગટ પ્રભુ છો, મોક્ષ દેનારા પરમ ગુરુ છો,

અખિલ વિશ્વના છો આધાર, એવા મારા સ્વામી... સર્જન ૨

 

કરે પ્રલય શંભુ બ્રહ્માંડનો, તડિત વેગથી ડમ ડમમ...

બજે ડમરું તાંડવે ડમમ ડમ ડમમ ડમ ડમમ,

લલાટ પર શોભતું ત્રુતિય લોચન લોહિતમ,

નમો નમઃ શંકરં, પ્રમુખરૂપ જે ભૂતલમ્,

કરે પ્રલય શંભુ બ્રહ્માંડનો, તડિત વેગથી ડમ ડમમ...

મોહ માયાનો પ્રલય કરે છે, જીવોનું અજ્ઞાન હરે,

દોષો દુર્ગુણ નાશ કરે છે, અમ અંતરમાં વાસ કરે છે,

મહાદેવથી અધિક એ છે, જીવની માયાને હણનાર,

સૌથી પર ગુરુદેવ હરિ છે, દેહભાવને વિદારનાર,

અક્ષરબ્રહ્મ છો, પ્રતિપાલક છો, પુરુષોત્તમના તમે ધારક છો,

અમને અક્ષરધામ દેનાર, અમને અક્ષરધામ દેનાર,

 એવા મારા સ્વામી.... સર્જન ૩

 

સર્જન તમારું છે, પોષણ તમારું છે,

એ સર્જન તમારું છે, એ મંગલ કરનારું છે,

વિસર્જન તમારું છે, મંગલ કરનારું છે,

તુજ સ્વરૂપ ન્યારું છે, એ અમને પ્યારું છે,

મહા સુખ દેનારુ છે, કલ્યાણ કરનારું છે...

Sarjan poṣhaṇ lay karanār vhālā Pramukh Swāmī

2-1033: Sadhu Aksharjivandas

Category: Nrutya Gito

Sarjan... poṣhaṇ... pralay karanār...

Gurur-brahmā gurur-viṣhṇur, gurur-devo maheshvarah

Guruhu sākṣhāt param brahma, tasmai shrīgurave namah

 tasmai shrīgurave namah...

Sarjan poṣhaṇ lay karanār, vhālā Pramukh Swvāmī,

Brahma Viṣhṇu Mahesh thanār, evā mārā Swāmī...

 

Sarjan kare am sad‌guṇonu sarjan kare rūḍā sanskāronu,

Sarjan kare chhe mandironu, sarjan kare chhe akhil vishvanu,

 Akhil vishvanu... akhil vishvanu...

Divya māt chho divya tāt chho sakhā bandhu chho divya jāt chho,

Divya satsangnā sarjanhār, evā mārā Swāmī... sarjan 1

 

Sanskṛutinā poṣhaṇhār, chhe Viṣhṇuthī nyārā,

Niyam daīne jīvan ghaḍanār, rakṣhānā karanārā,

Satsang ne bhakti bharanār, saunu shreya karanārā,

Māyā bandhan mīṭāvanār, guṇātīt guru pyārā,

Guṇātīt chho pragaṭ Prabhu chho, mokṣha denārā param guru chho,

Akhil vishvanā chho ādhār, evā mārā Swāmī... sarjan 2

 

Kare pralay Shambhu brahmānḍno, taḍit vegthī ḍam ḍamama...

Baje ḍamaru tānḍave ḍamam ḍam ḍamam ḍam ḍamama,

Lalāṭ par shobhatu trutiya lochan lohitam,

Namo namah Shankaram, Pramukharūp je bhūtalam,

Kare pralay Shambhu brahmānḍno, taḍit vegthī ḍam ḍamama...

Moh māyāno pralay kare chhe, jīvonu agnān hare,

Doṣho durguṇ nāsh kare chhe, am antarmā vās kare chhe,

Mahādevthī adhik e chhe, jīvnī māyāne haṇanār,

Sauthī par gurudev Hari chhe, dehbhāvne vidārnār,

Akṣharbrahma chho, pratipālak chho, Puruṣhottamnā tame dhārak chho,

Amane Akṣhardhām denār, amane Akṣhardhām denār,

 Evā mārā Swāmī.... sarjan 3

 

Sarjan tamāru chhe, poṣhaṇ tamāru chhe,

E sarjan tamāru chhe, e mangal karanāru chhe,

Visarjan tamāru chhe, mangal karanāru chhe,

Tuj swarūp nyāru chhe, e amane pyāru chhe,

Mahā sukh denāru chhe, kalyāṇ karanāru chhe...

loading