કીર્તન મુક્તાવલી

આવો ભક્તો ભલે પધાર્યા

૨-૧૦૨૮: સાધુ અક્ષરજીવનદાસ

Category: નૃત્ય ગીતો

સ્વાગતમ્... સ્વાગતમ્... સ્વાગતમ્... શુભ સ્વાગતમ્,

આવો ભક્તો ભલે પધાર્યા કરીએ સૌનું સ્વાગતમ્.

સ્વાગતમ્... શુભ સ્વામગતમ્...

યુગ યુગથી સંસ્કારભરી, આ ધરતી પાવનકારી,

શ્રીજી પ્રભુ એ જીવનભાવના, કણકણમાં કંડારી,

હો પ્રમુખસ્વામી મહારાજનું, પ્રદાન છે આ શાશ્વતમ્. ૧

પરમ શાંતિનું ધામ સદા, અહીં બિરાજતા અવતારી,

અખંડ જ્યોત સંસ્કારજ્ઞાનની, જલતી મંગલકારી,

હો શત શત લાખો માનવનું આ, જીવન શિલ્પ સનાતનમ્. ૨

ગુરુહરિના શરણે આપણ, સદાય ઋણી રહેશું,

સેવા દર્શન સંત સમાગમ, ભક્તિ અહોનિશ કરશું,

અમૃત પીશું પીવડાવશું ને, કરશું સૌને અમૃતમ્. ૩

હે અવતારો દેવો ઋષિઓના, દર્શન આ મંદિરમાં,

આ-સેતુ-હિમાલય તીર્થો, છાઈ રહ્યાં કણકણમાં,

હે ‘અક્ષર’ મૂર્તિ દ્વાર અનોખું, વંદન ગુરુપદપંકજમ્. ૪

Āvo bhakto bhale padhāryā

2-1028: Sadhu Aksharjivandas

Category: Nrutya Gito

Swāgatam... swāgatam... swāgatam...shubh swāgatam,

Āvo bhakto bhale padhāryā karīe saunu swāgatam.

Swāgatam... shubh swāgatam...

Yug yugthī sanskārbharī, ā dhartī pāvankārī,

Shrījī Prabhu e jīvanbhāvnā, kaṇkaṇmā kanḍārī,

Ho Pramukh Swāmī Mahārājnu, pradān chhe ā shāshvatam. 1

Param shāntinu dhām sadā, ahī birājtā avatārī,

Akhanḍ jyot sanskār-gnānnī, jaltī mangalkārī,

Ho shat shat lākho mānavnu ā, jīvan shilp sanātanam. 2

Guruharinā sharaṇe āpaṇ, sadāy ruṇī raheshu,

Sevā darshan sant samāgam, bhakti ahonish karshu,

Amrut pīshu pīvḍāvshu ne, karshu saune amrutam. 3

He avatāro devo rushionā, darshan ā mandirmā,

Ā-setu-Himālay tīrtho, chhāī rahyā kaṇkaṇmā,

He ‘Akshar’ mūrti dvār anokhu, vandan guru-pad-pankajam. 4

loading