કીર્તન મુક્તાવલી

આવો નીરખીએ મંદિર

૨-૧૦૨૭: સાધુ અક્ષરજીવનદાસ

Category: નૃત્ય ગીતો

આવો નીરખીએ મંદિર, રજકણ પવિત્ર ગાથા ગાતી,

પગથિયે પગ દેતાં, અંતર ઊર્મિઓ ઊભરાતી...

મંદિર છે આ શરિર દેવનું, ચરણો છે પદશીલા,

જગતિ એની જાંઘ ઉદર છે, ગર્ભગૃહની લીલા,

સ્તંભે સ્તંભે ઘુંટણ હરિનાં, ઘંટા જીભ ગણાતી. ૧

ગવાક્ષ એના કર્ણનાસિકા, શુક નાસા દરસાવે,

આમલસારો કંઠ પ્રભુનો, ખભા શિખરમાં આવે,

કળશ હરિનું શીશ બન્યું છે,

કળશ હરિનું શીશ, ધજાઓ કેશરૂપે કહેવાતી. ૨

સિંહાસન છે હૃદય દિવડો, પ્રાણ નૈન છે જ્યોતિ,

કોલ સ્નાયુઓ, શિલા અસ્થિઓ, તોરણમાળા મોતી,

વદન છવિ હરિની મુખમંડપ, શાંતિ અહીં છલકાતી. ૩

મંદિર તીરથ ધામ વિશ્વનું, સંસ્કારધામ અમારું,

‘અક્ષર’નું આ દ્વાર, પ્રમુખસ્વામીનું છે નજરાણું,

સ્તુતિ જ એટલી કરીએ સઘળી, નેતિ નેતિ કહી જાતી. ૪

ઝળહળ ઝળહળ આરતીની, થાય છે તૈયારી,

ભક્તો ઊભા દર્શન કાજે, ઝટપટ ઝટપટ આવી,

હૈયે ભક્તિ પૂર ઊમટતા, જય જય નાદ ગાજે છે,

  મંદિરમાં પ્રભુ વિરાજે છે. ૧

ધિબાંગ ધિમ ધિમ, ધિમ ધિમ તડીંગ, ધિબાંગ ધિમ ધિમ,

નાદ નગારે બાજે રે, મંદિરમાં પ્રભુ બિરાજે છે,

ઝણણ ઝણણ ઝાલર બાજે,

ટણણ ઘુમ ઘુમ, ઘંટારવ ગાજે,

ઢંઢોળી ઢંઢોળી સૌના, આતમને જગાડે છે,

  મંદિરમાં પ્રભુ બિરાજે છે. ૨

શંખના ધ્વનિમાં ગુંજે નાદ ઓમકાર,

અને નાની નાની ઘંટડીના થાય રણકાર,

રેલાય મધુર મીઠા શરણાઈના સૂર,

અને મૂર્તિમાં લીન બને ભક્તો અપાર,

નાદ સુણી ભયભીત બની અંતરના દોષો ભાગે છે,

  મંદિરમાં પ્રભુ બિરાજે છે. ૩

Āvo nīrakhīye mandir

2-1027: Sadhu Aksharjivandas

Category: Nrutya Gito

Āvo nīrakhīye mandir, rajkaṇ pavitra gāthā gātī,

Pagathiye pag detā, antar ūrmio ūbhrātī...

Mandir chhe ā sharir devanu, charaṇo chhe padshīlā,

Jagti enī jāngh udar chhe, garbhgruhnī līlā,

Stambhe stambhe ghunṭaṇ Harinā, ghanṭā jībh gaṇātī. 1

Gavāksh enā karṇanāsikā, shuk nāsā darshāve,

Āmalsāro kanṭh Prabhuno, khabhā shikharmā āve,

Kaḷash Harinu shīsh banyu chhe,

Kaḷash Harinu shīsh, dhajāo keshrūpe kahevātī. 2

Sinhāsan chhe hraday divaḍo, prāṇ nain chhe jyoti,

Kol snāyuo, shilā asthio, toraṇmāḷā motī,

Vadan chhavi Harinī mukhmanḍap, shānti ahī chhalkātī. 3

Mandir tīrath dhām vishvanu, sanskārdhām amāru,

‘Akshar’nu ā dvār, Pramukh Swāmīnu chhe najrāṇu,

Stuti ja eṭlī karīe saghḷī, neti neti kahī jātī. 4

Jhaḷhaḷ jhaḷhaḷ ārtīnī, thāy chhe taiyārī,

Bhakto ūbhā darshan kāje, jhaṭpaṭ jhaṭpaṭ āvī,

Haiye bhakti pūr ūmaṭatā, jay jay nād gāje chhe,

  Mandirmā Prabhu birāje chhe. 1

Dhibāng dhim dhim, dhim dhim taḍīng, dhibāng dhīm dhīm,

Nād nagare bāje re, mandirmā Prabhu birāje chhe,

Jhaṇaṇ jhaṇjhaṇ jhālar bāje,

Ṭaṇaṇ ghum ghum, ghanṭārav gāje,

Ḍhanḍhoḷī ḍhanḍhoḷī saunā, ātamne jagāḍe chhe,

  Mandirmā Prabhu birāje chhe. 2

Shankhnā dhvanimā gunje nād aumkār,

Ane nānī nānī ghanṭaḍīnā thāy raṇkār,

Relāy madhur mīṭhā sharaṇāīnā sūr,

Ane mūrtimā līn bane bhakto apār,

Nād suṇī bhaybhīt banī antarnā dosho bhāge chhe,

  Mandirmā Prabhu birāje chhe. 3

loading