કીર્તન મુક્તાવલી
હે નાથ દેહના સંબંધી જનમાં
૨-૧૦૧: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: શ્રીહરિનાં પદો
હે નાથ દેહનાં સંબંધી જનમાં, મમતા થાઓ મા કોઈ કાળ રે;
નાથ અહં ને મમતા થાઓ સંતમાં, જે તમને વહાલા દયાળ રે... ꠶ટેક
હે નાથ બ્રહ્મ સાથે એક ભાવને, પામી થઈ બ્રહ્મરૂપ રે;
નાથ પરબ્રહ્મ એવા જે તમે તે સાથે, થાઓ પ્રીતિ અનૂપ રે... ꠶ ૧
હે નાથ દાસ તમારા દાસનો, મુજને રાખીને પાસ રે;
નાથ દર્શન દેજો નિરંતર, મારે એટલી છે આશ રે... ꠶ ૨
હે નાથ પ્રાર્થના નિજ દાસની, સાંભળીને સુજાણ રે;
નાથ માંગ્યા મેં સર્વે ગુણ તેને, આપો જીવન પ્રાણ રે... ꠶ ૩
હે નાથ એ જ નિરંતર આપજો, બીજું દેશો મા કાંય રે;
નાથ પ્રાર્થના પ્રેમાનંદની, ધરજો ઉર હરિરાય રે... ꠶ ૪
He Nāth dehnā sambandhī janmā
2-101: Sadguru Premanand Swami
Category: Shri Harina Pad
He Nāth dehnā sambandhī janmā, mamatā thāo mā koī kāḷ re;
Nāth aham ne mamatā thāo santmā, je tamne vahālā dayāḷ re... °ṭek
He Nāth Brahma sāthe ek bhāvne, pāmī thaī brahmarūp re;
Nāth Parabrahma evā je tame te sāthe, thāo prīti anūp re... ° 1
He Nāth dās tamārā dāsno, mujane rākhīne pās re;
Nāth darshan dejo nirantar, māre eṭalī chhe āsh re... ° 2
He Nāth prārthanā nij dāsnī, sāmbhaḷīne sujāṇ re;
Nāth māgyā me sarve guṇ tene, āpo jīvan prāṇ re... ° 3
He Nāth e ja nirantar āpajo, bīju desho mā kāy re;
Nāth prārthanā Premānandnī, dharajo ur Harirāy re... ° 4