કીર્તન મુક્તાવલી

તું તો શાને આવ્યો તો સતસંગમાં રે

૨-૧૦૦૦૧: સાધુ ભક્તિપ્રિયદાસ

Category: ઉપદેશનાં પદો

રાગ: ભૈરવી

તું તો શાને આવ્યો તો સતસંગમાં રે,

પ્રભુ ભૂલ્યો માયા રંગરાગમાં...

જગની કમાણી તારી ભોગમાં સમાણી,

દાન કે પુણ્યના કામમાં ના આવી,

એવી રટના લાગી દિન-રેણમાં રે... પ્રભુ ૧

મારી આ જાત અને, મારું આ ગામ છે,

મારો આ દેહને, મારું આ નામ છે,

એવું અજ્ઞાન દીશે ક્ષણે ક્ષણમાં રે... પ્રભુ ૨

મારા આ સગાને મારી આ મેડી,

મારા આ ઢોરને મારી આ વાડી,

એવી મમતા વ્યાપી રગે રગમાં રે... પ્રભુ ૩

ધર્મ આચરી લેને, જ્ઞાન શીખી લે,

વૈરાગ્ય કેળવી લે, ભક્તિ ભરી લે,

વૃષ એકાંતિક પામે આ જનમમાં રે,

તું તો એ માટે આવ્યો સતસંગમાં,

સત્સંગ કરી લે, તું ભજન કરી લે,

તું જ્ઞાન શીખી લે, તું ભક્તિ ભરી લે,

 ભજન કરી લે.

Tu to shāne āvyo to satsangmā re

2-10001: Sadhu Bhaktipriyadas

Category: Updeshna Pad

Raag(s): Bhairavi

Tu to shāne āvyo to satsangmā re,

Prabhu bhulyo māyā rangrāgmā...

Jagnī kamāṇī tārī bhogmā samāṇī,

Dān ke puṇyanā kāmmā nā āvī,

Evī raṭnā lāgī din-reṇmā re... Prabhu 1

Mārī ā jāt ane, māru ā gām chhe,

Māro ā dehne, māru ā nām chhe,

Evu agnān dīshe kshaṇe kshaṇmā re... Prabhu 2

Mārā ā sagāne mārī ā meḍī,

Mārā ā ḍhorne mārī ā vāḍī,

Evī mamtā vyāpī rage ragmā re... Prabhu 3

Dharma ācharī lene, gnān shīkhī le,

Vairāgya keḷvī le, bhakti bharī le,

Vrush ekāntik pāme ā janammā re,

Tu to e māṭe āvyo satsangmā.

Satsang karī le, tu bhajan karī le,

Tu gnān shīkhī le, tu ‘Bhakti’ bharī le,

Bhajan karī le.

loading