કીર્તન મુક્તાવલી

ગોંડલવાળા યોગી તમારી મૂરતિમાં મન મોહી રહ્યું

૧-૯૮૫: વલ્લભદાસ

Category: યોગીજી મહારાજનાં પદો

ગોંડલવાળા યોગી તમારી મૂરતિમાં મન મોહી રહ્યું;

વાતો સુણીને વા’લા તમારી મૂરતિમાં મન મોહી રહ્યું... ગોંડલ꠶ ટેક

ભાલે તિલક ને ચાંદલો મોટો, જગમાં જડે નહિ તારો જોટો;

આંખલડી અણિયાળી જોઈ, મન અમારું મોહી રહ્યું... ગોંડલ꠶ ૧

વાતો છે તારી જાદુગારી, સુણતાં સંશય ટાળનારી;

પાઘલડીના પેચમાં વા’લા, મન અમારું મોહી રહ્યું... ગોંડલ꠶ ૨

પરમહંસોની ઝાંખી કરાવે, એવા એકાવન ભાન ભુલાવે;

જોઈને એવા જોગીને વહાલા, મન અમારું મોહી રહ્યું... ગોંડલ꠶ ૩

સંતોની સાથે શ્રીજી ફરતા, એવી જ રીતે યોગી વિચરતા;

નજરે આ લીલા જોઈને વહાલા, મન અમારું મોહી રહ્યું... ગોંડલ꠶ ૪

એક જ મારે આશરો તારો, સદાય સ્વામી હું બાળ તમારો;

‘વલ્લભદાસ’એ જોગીને જોતાં, મન અમારું મોહી રહ્યું... ગોંડલ꠶ ૫

Gonḍalvālā Yogī tamārī mūrtimā man mohī rahyu

1-985: Vallabhdas

Category: Yogiji Maharajna Pad

Gonḍalvālā Yogī tamārī,

 mūrtimā man mohī rahyu;

Vāto suṇīne vā’lā tamārī,

 mūrtimā man mohī rahyu...

Bhāle tilak ne chāndlo moṭo,

 jagmā jaḍe nahi tāro joṭo;

Ānkhalḍī aṇiyāḷī joī,

 man amāru mohī rahyu... Gonḍal 1

Vāto chhe tārī jādugārī,

 suṇtā sanshay ṭāḷnārī;

Pāghalḍīnā pechma vā’lā,

 man amāru mohī rahyu... Gonḍal 2

Paramhansonī jhānkhī karāve,

 evā ekāvan bhān bhulāve;

Joīne evā jogīne vahālā,

 man amāru mohī rahyu... Gonḍal 3

Santonī sāthe Shrījī fartā,

 evī ja rīte Yogī vichartā;

Najare ā līlā joīne vahālā,

 man amāru mohī rahyu... Gonḍal 4

Ek ja māre āsharo tāro,

 sadāy Swāmī hu bāḷ tamāro;

‘Vallabhdās’e Jogīne jotā,

 man amāru mohī rahyu... Gonḍal 5

loading