કીર્તન મુક્તાવલી

સોરઠનો સૂરજ અજવાળાં આપે છે ભારત ભોમને

૧-૯૭૧: કાગ બાપુ

Category: યોગીજી મહારાજનાં પદો

 સોરઠનો સૂરજ અજવાળાં આપે છે ભારત ભોમને... ꠶ટેક

સુગતિ મુગતિની કિરણ શોભતી, ભગતિના એમાં ભરિયા છે ભંડાર રે... ૧

સાદો સોયલો છે ગૂઢો ગામઠી, પંડિત પોથાં એને પડે છે પાય રે... ૨

નવ જો ઊગે ને નવ આથમે, નવ આપે એ બપોરે ઊનો તાપ રે... ૩

મેડિયું પરકાશે પ્રકાશે ઝૂંપડાં, ભાળતાં એને ભવ અંધારાં જાય રે... ૪

‘કાગ’ મારે હરદે અંધારાં આળસ્યાં, ભાણ બેઠો મારા રુદિયાની મોઝાર રે... ૫

Sorathno sūraj ajvāḷā āpe chhe Bhārat bhomne

1-971: Kaag Bapu

Category: Yogiji Maharajna Pad

Sorathno sūraj,

 ajvāḷā āpe chhe Bhārat bhomne...

Sugti mugtinī kiraṇ shobhtī,

 bhagatinā emā bhariyā chhe bhandār re... 1

Sādo soylo chhe gūḍho gāmṭhī,

 panḍit pothā ene paḍe chhe pāy re... 2

Nav jo ūge ne nav āthme,

 nav āpe e bapore ūno tāp re... 3

Meḍiyu parkāshe prakāshe jhupḍā,

 bhāḷtā ene bhav andhārā jāy re... 4

‘Kāg’ māre harde andhārā āḷasyā,

 bhāṇ betho mārā rudiyānī mojhār re... 5

loading