કીર્તન મુક્તાવલી

જુગોજુગ જીવજો પ્યારા યોગી મારી આંખના તારા

૧-૯૬૫: વલ્લભદાસ

Category: યોગીજી મહારાજનાં પદો

જુગોજુગ જીવજો પ્યારા, યોગી મારી આંખના તારા;

ભક્તોને હૃદય વસનારા, યોગી મારી આંખના તારા... ꠶ટેક

 ભાલે તિલક ને ચાંદલો મોટો પાઘડી આંટાદાર;

 ભાવ ભરેલું મુખડું યોગી, શોભાનો નહિ પાર;

  ભક્તોને મન ગમનારા... યોગી꠶ ૧

 ગાતરિયું લઈ ગાંઠ જ વાળે, વાતો કરતા જાય;

 ભાન ભુલાવે દેહનું યોગી, આનંદ આનંદ થાય,

  ભક્તોને પ્રાણથી પ્યારા... યોગી꠶ ૨

 ઢીંચણ બાંધી કાગળ લખે, અક્ષર નવ ઓળખાય;

 ભાવ ભરીને જો જુવે યોગી, ભ્રમણા ભાંગી જાય;

  ઘટ ઘટમાં રમનારા... યોગી꠶ ૩

 જીવ કંઈકને શરણે લીધા, આપી ગુણાતીત જ્ઞાન;

 જોઈ તમારી મૂર્તિ યોગી, ભૂલ્યો છે વલ્લભ ભાન;

  ગાઉં છું હું ગુણ તમારા... યોગી꠶ ૪

Jugojug jīvjo pyārā Yogī mārī ānkhnā tārā

1-965: Vallabhdas

Category: Yogiji Maharajna Pad

Jugojug jīvjo pyārā, Yogī mārī ānkhnā tārā;

 Bhaktone hraday vasnārā, Yogī mārī ānkhnā tārā...

Bhāle tilak ne chāndlo moṭo pāghḍī āntādār;

Bhāv bharelu mukhḍu Yogī, shobhāno nahi pār;

 Bhaktone man gamnārā... Yogī 1

Gātariyu laī gānṭh ja vāḷe, vāto kartā jāy;

Bhān bhulāve dehanu Yogī, ānand ānand thāy,

 Bhaktone prāṇthī pyārā... Yogī 2

Ḍhīnchaṇ bāndhī kāgaḷ lakhe, Akshar nav oḷkhāy

Bhāv bharīne jo juve Yogī, bhramaṇā bhāngī jāy;

 Ghaṭ ghaṭmā ramnārā... Yogī 3

Jīva kaīkne sharaṇe līdhā, āpī Guṇātīt gnān;

Joī tamārī mūrti Yogī bhulyo chhe Vallabh bhān;

 Gāu chhu hu guṇ tamārā... Yogī 4

loading