કીર્તન મુક્તાવલી

સંતનું સ્વરૂપ ધારી શ્રીજી આજ પધાર્યા રે

૧-૯૩૬: છગનદાસ

Category: શાસ્ત્રીજી મહારાજનાં પદો

સંતનું સ્વરૂપ ધારી શ્રીજી આજ પધાર્યા રે,

કોટી જીવોનાં કલ્યાણ કરવા, અવની ઉપર આવ્યા રે... ꠶ટેક

અક્ષરધામથી કૃપા કરીને, અવની ઉપર આવ્યા,

સર્વોપરી નિષ્ઠાને કાજે અક્ષર મુક્તો લાવ્યા રે... સંત꠶ ૧

ગામ મહેળાવે જન્મ ધરીને, બાળ-ચરિત્રો કીધાં,

માત પિતાને સુખ અર્પીને, પંથ વૈરાગ્યના લીધા રે... સંત꠶ ૨

બાળપણામાં દીક્ષા લઈને, જપ-તપ આદિ વ્રત આદરિયાં,

જીવણરંગને ગુરુ કરીને, શાસ્ત્રાદિક તો ભણિયા રે... સંત꠶ ૩

ભગતજીને સેવા કરીને, રાજી અતિશય કીધા,

તવ ઇચ્છાને પૂર્ણ કરીશું, એવા કોલ જ દીધા રે... સંત꠶ ૪

અતિ અલૌકિક ધામ રચાવ્યાં, શુદ્ધ ઉપાસના કાજે,

મહા એકાંતિક ધર્મ ફેલાવવા, વિચરી રહ્યા છો આજે રે... સંત꠶ ૫

અધમ જીવોને ઉપદેશ આપી, ભક્તિ કેરા રંગ લગાવ્યા,

ગુણાતીતનું જ્ઞાન જ દઈને, જીવન-મુક્ત બનાવ્યા રે... સંત꠶ ૬

બોલે ડોલે રોજ સ્વામીજી, નિત નિત પરચા આપે,

નિજ ભક્તોને સુખ અર્પીને, ભવબંધન દુઃખ કાપે રે... સંત꠶ ૭

દાસ છગન કહે પ્રભુ ભજવાનો, નહિ મળે અવસર આવો,

પ્રગટ હરિની ભક્તિ કરીને, લઈ લ્યો અનુપમ લ્હાવો રે... સંત꠶ ૮

Santnu swarūp dhārī Shrījī āj padhāryā re

1-936: Chhagandas

Category: Shastriji Maharajna Pad

Santnu swarūp dhārī Shrījī āj padhāryā re,

 Koṭī jīvonā kalyāṇ karavā, avanī upar āvyā re... °ṭek

Akṣhardhāmthī kṛupā karīne, avanī upar āvyā,

 Sarvoparī niṣhṭhāne kāje Akṣhar Mukto lāvyā re... Sant° 1

Gām Maheḷāve janma dharīne, bāḷa-charitro kīdhā,

 Māt pitāne sukh arpīne, pantha vairāgyanā līdhā re... Sant° 2

Bāḷpaṇāmā dīkṣhā laīne, jap-tap ādi vrat ādariyā,

 Jīvaṇrangne guru karīne, shāstrādik to bhaṇiyā re... Sant° 3

Bhagatjīne sevā karīne, rājī atishay kīdhā,

 Tav ichchhāne pūrṇa karīshu, evā kol ja dīdhā re... Sant° 4

Ati alaukik dhām rachāvyā, shuddha upāsanā kāje,

 Mahā ekāntik dharma felāvavā, vicharī rahyā chho āje re... Sant° 5

Adham jīvone updesh āpī, bhakti kerā rang lagāvyā,

 Guṇātītnu gnān ja daīne, jīvan-mukta banāvyā re... Sant° 6

Bole ḍole roj Swāmījī, nit nit parachā āpe,

 Nij bhaktone sukh arpīne, bhav-bandhan dukh kāpe re... Sant° 7

Dās Chhagan kahe Prabhu bhajvāno, nahi maḷe avsar āvo,

 Pragaṭ Harinī bhakti karīne, laī lyo anupam lhāvo re... Sant° 8

loading