કીર્તન મુક્તાવલી

સ્વામીજી તો મહાપ્રતાપી એનું ધાર્યું થાય

૧-૯૩૫: છગનદાસ

Category: શાસ્ત્રીજી મહારાજનાં પદો

સ્વામીજી તો મહાપ્રતાપી, એનું ધાર્યું થાય,

એની મરજી વિના કોઈથી, તરણું નવ તોડાય... ꠶ટેક

ગઢપુરમાં મંદિર બંધાવ્યું, સૌને આનંદ થાય,

અદ્‍ભુત એનો પ્રતાપ નીરખી, સૌ કોઈ શરણે જાય... ૧

ભગતજીની આજ્ઞા ધરીને, વિચર્યા સ્વામી આજ,

અક્ષર પુરુષોત્તમ પધરાવી, પૂર્ણ કર્યાં છે કાજ... ૨

નિજ ભક્તોને ઉપદેશ આપી, કીધાં પૂરણકામ,

ચોરાશીના ફેરા મિટાવી, આપે અક્ષરધામ... ૩

સ્વામીજીએ કૃપા કરીને, કીધી મોટી મહેર,

દાસ છગન કહે શરણું ગ્રહ્યાથી, થઈ છે લીલાલહેર... ૪

Swāmījī to mahāpratāpī enu dhāryu thāy

1-935: Chhagandas

Category: Shastriji Maharajna Pad

Swāmījī to mahāpratāpī, enu dhāryu thāy,

 Enī marjī vinā koīthī, tarṇu nav toḍāy...

Gaḍhpurmā mandir bandhāvyu, saune ānand thāy,

 Adbhut eno pratāp nīrakhī, sau koī sharaṇe jāy... 1

Bhagatjīnī āgnā dharīne, vicharyā Swāmī āj,

 Akshar Purushottam padhrāvī, pūrṇa karyā chhe kāj... 2

Nij bhaktone updesh āpī, kīdhā pūraṇkām,

 Chorāshīnā ferā mītāvī, āpe Akshardhām... 3

Swāmījīe krupā karīne, kīdhī motī maher,

 Dās Chhagan kahe sharaṇu grahyāthī, thaī chhe līlā-laher... 4

loading