કીર્તન મુક્તાવલી

ધન્ય ધન્ય છે ભાદરા ગામ રે પ્રગટ્યા અક્ષરબ્રહ્મ

૧-૯૨૨: સાધુ અક્ષરજીવનદાસ

Category: ગુણાતીતાનંદ સ્વામીનાં પદો

ધન્ય ધન્ય છે ભાદરા ગામ રે, પ્રગટ્યા અક્ષરબ્રહ્મ;

જેનું ગુણાતીતાનંદ નામ રે, પ્રગટ્યા અક્ષરબ્રહ્મ... ꠶ટેક

ધન્ય ભોળાનાથ તાતને રે, ધન્ય સાકરબા માત;

ધન્ય સુંદરજી ભ્રાતને રે, ધન્ય ધરતી થઈ રળિયાત રે... ૧

ધન્ય શેરી બજારું ચોકને રે, ધન્ય ઊંડ નદીના ઘાટ;

ધન્ય રજકણ આ ભોમના રે, ધન્ય ખેલ્યા ખેતર વાડી વાટ રે.... ૨

ધન્ય શ્રીજી પધારિયા રે, ખેલ્યા શરદ કરી ખાંત;

નિજધામ ઓળખાવિયું રે, કહ્યો મહિમા અક્ષરનો અમાપ રે... ૩

અક્ષર બ્રહ્મ અવનિ પરે રે, શાશ્વત રહે સાકાર;

સેવી પરમ સુખ પામીએ રે, ટળે જન્મ મરણ નિરધાર રે.... ૪

Dhanya dhanya chhe Bhādrā gām re Pragaṭyā Aksharbrahma

1-922: Sadhu Aksharjivandas

Category: Gunatitanand Swami

Dhanya dhanya chhe Bhādrā gām re,

 Pragaṭyā Aksharbrahma;

Jenu Guṇātītānand nām re,

 Pragaṭyā Aksharabrahma

Dhanya Bhoḷānāth tātne re,

 Dhanya Sākarbā māt;

Dhanya Sundarjī bhrātne re,

 Dhanya dhartī thaī raḷiyāt re... 1

Dhanya sherī bajāru chokne re,

 Dhanya Ūnḍ nadīnā ghāṭ;

Dhanya rajkaṇ ā bhomnā re,

 Dhanya khelyā khetar vāḍī vāṭ re... 2

Dhanya Shrījī padhārīyā re,

 Khelyā sharad karī khānt;

Nijdhām oḷkhāviyu re,

 Kahyo mahimā Aksharno amāp re... 3

Aksharbrahma avnī pare re,

 Shāshvat rahe sākār;

Sevī param sukh pāmīe re,

 Ṭaḷe janam maraṇ nirdhār re... 4

loading