કીર્તન મુક્તાવલી

પ્રાત થયું મનમોહન પ્યારા

૧-૯૧: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: પ્રભાતિયાં

પદ - ૧

પ્રાત થયું મનમોહન પ્યારા, પ્રીતમ શું રહ્યા પોઢીને;

વારંવાર કરું છું વિનતિ, જગજીવન કર જોડીને... પ્રાત꠶ ૧

ઘરઘરથી ગોવાળો આવ્યા, દર્શન કારણ દોડીને;

આંગણિયે ઊભી વ્રજ અબળા, મહી વલોવા છોડીને... પ્રાત꠶ ૨

બહુરૂપી દરવાજે બેઠા, શંકર નેજા ખોડીને;

મુખડું જોવા આતુર મનમાં, જોરે રાખ્યા ઓડીને... પ્રાત꠶ ૩

ભૈરવ રાગ ગુણીજન ગાવે, તાન મનોહર તોડીને;

બ્રહ્માનંદના નાથ વિહારી, ઊઠો આળસ મોડીને... પ્રાત꠶ ૪

Prāt thayu manmohan pyārā

1-91: Sadguru Brahmanand Swami

Category: Prabhatiya

Pad - 1

Prāt thayu manmohan pyārā, Prītam shu rahyā poḍhīne;

 Vāramvār karu chhu vinati, Jagjīvan kar joḍīne... prāt 1

Ghargharthī govāḷo āvyā, darshan kāraṇ doḍīne;

 Āngaṇiye ūbhī Vraj abaḷā, mahī valovā chhoḍīne... prāt 2

Bahurūpi darvāje beṭhā, Shankar nejā khoḍīne;

 Mukhḍu jovā ātur manmā, jore rākhyā oḍīne... prāt 3

Bhairav rāg guṇijan gāve, tān manohar toḍīne;

 Brahmānandnā Nāth Vihārī, ūṭho āḷas moḍīne... prāt 4

loading