કીર્તન મુક્તાવલી

અમે સૌ શ્રીજીનાં સંતાન અમારા શ્રીજી છે ભગવાન

૧-૮૮૩: અજાણ્ય

Category: બાળ કીર્તનો

અમે સૌ શ્રીજીનાં સંતાન, અમારા શ્રીજી છે ભગવાન... ꠶ટેક

શ્રીજી અમારાં માત પિતા ને શ્રીજી સુખ ભંડાર,

શ્રીજી માટે શિર અમારાં, સદૈવ છે તૈયાર... અમે સૌ꠶ ૧

શ્રીજી કારણ તન ધન દેશું, લેશું નામ હંમેશ,

ક્ષણભંગુર સુખ સંપત માટે, ચળશું નહીં લવલેશ... અમે સૌ꠶ ૨

નિશદિન ધ્યાન શ્રીજીનું ધરીએ, નહીં જગની દરકાર,

અખંડ સુખડાં લઈને કરીએ, સાર્થક આ અવતાર... અમે સૌ꠶ ૩

શ્રીજી શરણે શિર નમાવી, વંદીએ વારંવાર,

કૃપાસિંધુની કૃપા યાચીએ, ઉતારો ભવપાર... અમે સૌ꠶ ૪

Ame sau Shrījīnā santān amārā Shrījī chhe Bhagwān

1-883: unknown

Category: Bal Kirtan

Ame sau Shrījīnā santān,

 amārā Shrījī chhe Bhagwān...

Shrījī amārā māt pitā ne,

 Shrījī sukh bhanḍār,

Shrījī māṭe shir amārā,

 sadaīv chhe taiyār... ame sau 1

Shrījī kāraṇ tan dhan deshu,

 leshu nām hammesh,

Kshaṇbhangur sukh sampat māṭe,

 chaḷshu nahi lavlesh... ame sau 2

Nishdin dhyān Shrījīnu dharīe,

 nahi jagni darkār,

Akhanḍ sukhḍā laīne karīe,

 sārthak ā avatār... ame sau 3

Shrījī sharaṇe shir namāvī,

 vandīe vāramvār,

Krupāsindhunī krupā yāchīe,

 utāro bhavpār... ame sau 4

loading