કીર્તન મુક્તાવલી

ચાલો ને ઝટ કરો જઈએ રે બાળકોની સત્સંગ સભામાં

૧-૮૮૨: સાધુ અક્ષરજીવનદાસ

Category: બાળ કીર્તનો

ચાલો ને ઝટ કરો જઈએ રે, બાળકોની સત્સંગ સભામાં,

મુખે સ્વામિનારાયણ કહીએ રે; જઈએ રે,

 બાળકોની સત્સંગ સભામાં... ꠶ટેક

અમારી સભામાં ગમ્મત ને જ્ઞાન છે;

વાતોના મુખપાઠ કીર્તનનું ગાન છે;

ગુરુ-મા-બાપનું કહેવું અંતર ધરી લઈએ રે,

 જઈએ રે... બાળકોની... ꠶ ૧

તિલક ને ચાંદલો કંઠી ને માળા;

ચોખ્ખા વિચાર અમે રૂડા રૂપાળા;

સ્વામીને રીઝવવા ફૂલોના હાર બની જઈએ રે,

 જઈએ રે... બાળકોની... ꠶ ૨

Chālo ne jhaṭ karo jaīe re bāḷakonī satsang sabhāmā

1-882: Sadhu Aksharjivandas

Category: Bal Kirtan

Chālo ne jhaṭ karo jaīe re, bāḷakonī satsang sabhāmā,

Mukhe Swāminārāyaṇ kahīe re; jaīe re,

 Bāḷakonī satsang sabhāmā...

Vātonā mukhpāth Kīrtan nu gān chhe;

Gurū-mā-bāpnu kahevu antar dharī laīe re,

 Jaīe re... bāḷakonī 1

Tilak ne chāndlo kanṭhī ne maḷā;

 Chokhkhā vichār ame rūḍā rūpāḷā;

Swāmīne rījhavvā fūlonā hār banī jaīe re,

 Jaie re... bāḷakonī 2

loading