કીર્તન મુક્તાવલી

અક્ષરધામના બાળક અમે અક્ષરધામથી આવ્યા

૧-૮૮૦: અજાણ્ય

Category: બાળ કીર્તનો

અક્ષરધામના બાળક અમે, અક્ષરધામથી આવ્યા;

અક્ષરધામમાં જાશું અમે, અક્ષરને મન ભાવ્યા... ꠶ટેક

નાના નાના બાળ અમે, સ્વામીને વહાલા બાળ અમે;

શ્રીજીને વહાલા બાળ અમે, સંતોને વહાલા બાળ અમે... ꠶ ૧

વહેલા ઊઠી ધ્યાન ધરશું, નાહી ધોઈને પૂજા કરશું;

સ્વામિનારાયણ મંત્ર ભણશું, પ્રગટ પ્રભુને પ્રણામ કરશું... ꠶૨

માત પિતાને પાયે પડશું, સંતજનોને ચરણે નમશું;

દેવમંદિરે દર્શન કરશું, દંડવત કરશું કીર્તન કરશું... ꠶ ૩

અક્ષરને મન ભાવ્યા અમે, પુરુષોત્તમને જાણ્યા અમે;

વંદન કરીએ ગુરુજી તમને, સદાય રાખો ચરણે અમને... ꠶ ૪

શરણે

Akshardhāmnā bāḷak ame Akshardhāmthī āvyā

1-880: unknown

Category: Bal Kirtan

Akshardhāmnā bāḷak ame,

 Akshardhāmthī āvyā;

Akshardhāmmā jāshu ame,

 Aksharne man bhāvyā...

Nānā nānā bāḷ ame,

 Swāmīne vahālā bāḷ ame;

Shrījīne vahālā bāḷ ame,

 santone vahālā bāḷ ame... 1

Vahelā ūṭhī dhyān dharshu,

 nāhī dhoīne pūjā karshu;

Swāminārāyaṇ mantrā bhaṇshu,

 pragaṭ Prabhune praṇām karshu... 2

Māt pitāne pāye paḍshu,

 santjanone charaṇe namshu;

Devmandire darshan karshu,

 danḍvat karshu kīrtan karshu... 3

Aksharne man bhāvyā ame,

 Purushottamne jāṇyā ame;

Vandan karīe gurujī tamne,

 sadāy rākho charaṇe amne... 4

loading