કીર્તન મુક્તાવલી

સ્વામિનારાયણ મહા મંત્ર ગમે

૧-૮૫૧: માધવતીર્થ

Category: પ્રકીર્ણ પદો

રાગ: ભીમપલાસી

સ્વામિનારાયણ મહા મંત્ર ગમે,

અહો રાતદિવસ મારા દિલમાં રમે... સ્વામિનારાયણ꠶ ટેક

વ્હાલે છપૈયાધામમાં જન્મ ધરી,

વર્ણીવેશે હિમાચલે તપ કરી,

હરિએ લાખો મુનિઓની મુક્તિ કરી... સ્વામિનારાયણ꠶ ૧

વ્હાલે ગુરુ રામાનંદથી દીક્ષા લીધી,

કચ્છ ગુજરાત સૌરાષ્ટ્રે લીલા કીધી,

પ્રભુએ ભક્તોની ભ્રાંતિ મિટાવી દીધી... સ્વામિનારાયણ꠶ ૨

વ્હાલે વચનામૃતમાં રહસ્ય ભર્યું,

ધર્મ જ્ઞાન વૈરાગ્યનું પાત્ર ઠર્યું,

પરા ભક્તિ બતાવી કલ્યાણ કર્યું... સ્વામિનારાયણ꠶ ૩

વ્હાલે કૃપા કરી શિક્ષાપત્રી દીધી,

એમાં ચારે પુરુષાર્થની સિદ્ધિ ચીંધી,

એ છે સર્વે સત્સંગીની નૌતમ નિધિ... સ્વામિનારાયણ꠶ ૪

વ્હાલા પ્રત્યક્ષ સત્સંગમાં વિચરો,

માધવતીર્થની પ્રાર્થના ઉરમાં ધરો,

શ્રીજી દર્શન દઈને પાવન કરો... સ્વામિનારાયણ꠶ ૫

Swāminārāyaṇ mahā mantra game

1-851: Madhavtirth

Category: Prakirna Pad

Raag(s): Bhimpalãsi

Swāminārāyaṇ mahā mantra game,

Aho rātdivas mārā dilmā rame...

Vahāle Chhapaiyā dhāmmā janma dharī,

Varṇīveshe Himāchale tap karī,

Harie lākho munionī mukti karī... Swāminārāyaṇ 1

Vahāle guru Rāmānandthī dīkshā līdhī,

Kachchh Gujarāt Saurāshtre līlā kīdhī,

Prabhue bhaktonī bhrānti mitāvī dīdhī... Swāminārāyaṇ 2

Vahāle Vachanāmrutmā rahasya bharyu,

Dharma gnān vairāgyanu pātra tharyu,

Parā bhakti batāvī kalyāṇ karyu... Swāminārāyaṇ 3

Vahāle krupā karī Shikshāpatrī didhī,

Emā chāre purushārthnī siddhi chīndhī,

E chhe sarve satsangīnī nautam nidhi... Swāminārāyaṇ 4

Vhālā pratyaksh satsangmā vichar,

Madhavtirthnī prārthnā urmā dharo,

Shrījī darshan daīne pāvan karo... Swāminārāyaṇ 5

loading