કીર્તન મુક્તાવલી

જાગો રે રસીલા છેલા

૧-૮૫: સદ્‍ગુરુ કૃષ્ણાનંદ સ્વામી

Category: પ્રભાતિયાં

પદ - ૧

જાગો રે રસીલા છેલા, સહજાનંદ હરિ પ્યારા રે;

પ્રાણના સનેહી મારા, આંખલડીના તારા રે... જાગો રે꠶ ૧

કોટમાં ફૂલોના હાર, ચોલાણા છે ભારી રે;

નીંદ ભર્યાં નેણલાં, કંજકલી અનુસારી રે... જાગો રે꠶ ૨

મુનિજન તમને જોવા આવ્યા, સુરબ્રહ્મા ત્રિપુરારિ રે;

કર જોડીને ઊભા આશા, દર્શન કેરી ધારી રે... જાગો રે꠶ ૩

આળસ મરોડીને ઊઠો, શ્યામ તમે સુખકારી રે;

કૃષ્ણાનંદ એ છબી પર, તન મન વારી રે... જાગો રે꠶ ૪

Jāgo re rasīlā chhelā

1-85: Sadguru Krushnanand Swami

Category: Prabhatiya

Pad - 1

Jāgo re rasilā chhelā, Sahajānand Hari pyārā re;

 Prāṇnā sanehī mārā, ānkhalḍīnā tārā re... jāgo re 1

Koṭmā fūlonā hār, cholāṇā chhe bhārī re;

 Nind bharyā neṇlā, kanjkalī anusārī re... jāgo re 2

Munijan tamne jovā āvyā, Surbrahmā Tripurāri re;

 Kar joḍīne ūbhā āshā, darshan kerī dhārī re... jāgo re 3

Āḷas maroḍine ūṭho, Shyām tame sukhkārī re;

 Krishṇānand e chhabī par, tan man vārī re... jāgo re 4

loading