કીર્તન મુક્તાવલી

શેરી ભલી પણ સાંકરી રે

૧-૭૮૨: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: લીલાનાં પદો

પદ - ૧

શેરી ભલી પણ સાંકરી રે, નગર ભલાં પણ દૂર રે,

 કેસરિયા એક વાર ગઢડે પધારજો રે... ꠶ટેક

શેરીએ આવતાં શોભતા રે, ઘોડલડે અસવાર રે... કેસરિયા꠶ ૧

માણેકચોકમાં મલપતા રે, ઊડે છે અબીલ ગુલાલ રે... કેસરિયા꠶ ૨

ઓસરીએ ઢોલિયો ઢળાવતા રે, બેસતા બહુ વાર રે... કેસરિયા꠶ ૩

ગોપીનાથનાં મંદિરિયાં રે, તમ વિના સૂનાં દેખાય રે... કેસરિયા꠶ ૪

સહજાનંદજી સુજાણ છો રે, બ્રહ્માનંદના રાય રે... કેસરિયા꠶ ૫

Sherī bhalī paṇ sānkarī re

1-782: Sadguru Brahmanand Swami

Category: Leelana Pad

Pad - 1

Sherī bhalī paṇ sānkarī re, nagar bhalā paṇ dūr re,

  Kesariyā ek vār Gaḍhaḍe padhārjo re..

Sherīe āvtā shobhtā re, ghoḍalḍe asvār re..kesariyā 1

Māṇekchokmā malaptā re, ūḍe chhe abīl gulāl re..kesariyā 2

Osarīe ḍholīyo ḍhaḷāvtā re, bestā bahu vār re..kesariyā 3

Gopīnāthnā mandiriyā re, tam vinā sūnā dekhāy re..kesariyā 4

Sahajānandjī sujāṇ chho re, Brahmānandnā rāy re..kesariyā 5

loading