કીર્તન મુક્તાવલી

મારે આજ પ્રીતમ ઘેર આવિયા જી રે

૧-૭૭૯: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: લીલાનાં પદો

પદ - ૨

મારે આજ પ્રીતમ ઘેર આવિયા જી રે,

 ભરી થાળ મોતીડે વધાવિયા જી રે... મારે꠶ ટેક

પહેલાં નીર ઊને તે નવરાવિયા જી રે,

 પછી પ્રીતમ મહીં પધરાવિયા જી રે... મારે꠶ ૧

મેં તો ભોજન જમાડ્યાં ભાતભાતનાં જી રે,

 વહાલે આપ્યાં તે સુખ એકાંતનાં જી રે... મારે꠶ ૨

પે’લું પરઠ્યું હતું તે વેણે પળિયા જી રે,

 વા’લો હેતે કરીને મુજને મળ્યા જી રે... મારે꠶ ૩

બ્રહ્માનંદ કહે ધન્ય આજની ઘડી જી રે,

 મારો વહાલોજી પધાર્યા સેજડી જી રે... મારે꠶૪

Māre āj Prītam gher āviyā jī re

1-779: Sadguru Brahmanand Swami

Category: Leelana Pad

Pad - 2

Māre āj Prītam gher āviyā jī re,

 Bharī thāḷ motīḍe vadhāviyā jī re...

Pahelā nīr une te navrāviyā jī re,

 Pachhī Prītam mahī padhrāviyā jī re... māre āj 1

Me to bhojan jamaḍyā bhātbhātnā jī re,

 Vahāle āpyā te sukh ekāntnā jī re... māre āj 2

Pe’lu paraṭhyu hatu te veṇe paḷiyā jī re,

 Vā’lo hete karīne mujne maḷyā jī re... māre āj 3

Brahmānand kahe dhanya ājnī ghaḍī jī re,

 Māro vahālojī padhāryā sejḍī jī re... māre āj 4

loading