કીર્તન મુક્તાવલી
વા’લા રુમઝુમ કરતા કાન મારે ઘેર આવો રે
૧-૭૬૬: સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી
Category: લીલાનાં પદો
પદ - ૧
વા’લા રુમઝુમ કરતા કાન, મારે ઘેર આવો રે,
મારા પૂરા કરવા કોડ, હસીને બોલાવો રે... ꠶ ૧
મારે તમ સંગ લાગી પ્રીત, શામ સોહાગી રે,
મેં તો તમ સંગ રમવા કાજ, લજ્જા ત્યાગી રે... ꠶ ૨
વા’લા અબળા ઉપર મહેર, કરજો મોરારી રે,
હું તો જન્મોજન્મની નાથ, દાસી તમારી રે... ꠶ ૩
મારા પ્રાણ તણા આધાર, પ્રીતમ પ્યારા રે,
પળ રહો મા નટવર નાવ, મુજથી ન્યારા રે... ꠶ ૪
આવો છોગાં મેલીને શ્યામ, ધડક મ ધારો રે,
મેં તો ફૂલડે સમારી સેજ, શ્યામ સુધારો રે... ꠶ ૫
વા’લા નયણાં તણું ફળ આજ, મુજને આપો રે,
મુક્તાનંદ કહે મહારાજ, દુઃખડાં કાપો રે... ꠶ ૬
Vā’lā rumjhum kartā kān māre gher āvo re
1-766: Sadguru Muktanand Swami
Category: Leelana Pad
Pad - 1
Vā’lā rumjhum kartā kān, māre gher āvo re,
Mārā pūrā karvā koḍ, hasīne bolāvo re... 1
Māre tam sang lāgī prīt, Shām sohāgī re,
Me to tam sang ramvā kāj, lajjā tyāgī re... 2
Vā’lā abaḷā upar maher, karjo Morārī re,
Hu to janmojanmani Nāth, dāsī tamārī re... 3
Mārā prāṇ taṇā ādhār, Prītam pyārā re,
Paḷ raho mā Naṭvar nāv, mujthī nyārā re... 4
Āvo chhogā melīne Shyām, dhaḍak ma dhāro re,
Me to fūlḍe samārī sej, Shyām sudhāro re... 5
Vā’lā nayaṇā taṇu faḷ āj, mujne āpo re,
Muktānand kahe Mahārāj, dukhḍā kāpo re... 6