કીર્તન મુક્તાવલી

એવા સંત તે હરિને ગમે

૧-૭૨૯: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: સંત મહિમાનાં પદો

પદ - ૨

એવા સંત તે હરિને ગમે, હાં રે વહાલો પ્રેમે તેને સંગ રમે રે... એવા꠶ ટેક

બ્રહ્મરૂપ થઈ ભજે ગિરિધારી, ભક્તિ ભજન કરે નિરહંકારી;

 હાં રે ત્યાગ વૈરાગ્ય સહિત વન ભમે રે... એવા꠶ ૧

નિસ્પૃહી નિર્લોભી નિષ્કામી, નિર્માની થઈ ભજે તે રામ;

 હાં રે મળે ફળ ફૂલ અન્ન તે જમે રે... એવા꠶ ૨

કપટ રહિત લેશ દંભ ન રાખે, જેમ રહે તેમ મુખથી રે ભાખે;

 હાં રે તેને ત્રિભુવનવાસી (આવી) નમે રે... એવા꠶ ૩

પુરુષોત્તમ પદરજના રે સંગી, સત્ય વચન દૃઢ નિયમ અભંગી;

 હાં રે પ્રમસખીનો નાથ કહે તે ખમે રે... એવા꠶ ૪

Evā sant te Harine game

1-729: Sadguru Premanand Swami

Category: Sant Mahima Pad

Pad - 2

Evā sant te Harine game,

 hā re vahālo preme tene sang rame re...

Brahmarūp thaī bhaje Giridhārī,

bhakti bhajan kare nīrahamkārī;

 Hā re tyāg vairāgya sahit van bhame re... evā 1

Nispruhī nirlobhī nishkāmī,

nirmānī thaī bhaje te Rām;

 Hā re maḷe faḷ fūl anna te jame re... evā 2

Kapaṭ rahīt lesh dambh na rākhe,

jem rahe tem mukhthī re bhākhe;

 Hā re tene tribhuvanvāsī (āvī) name re... evā 3

Purushottam padrajnā re sangī,

satya vachan dradh niyam abhangī;

 Hā re Premsakhīnā Nāth kahe te khame re... evā 4

loading