કીર્તન મુક્તાવલી

મને હરિગુણ ગાવાની ટેવ પડી

૧-૬૯૪: નરસિંહ મહેતા

Category: પ્રાપ્તિ ને મહિમાનાં પદો

સાખી

પ્રેમ વિના પ્રભુ નહીં મળે, એની મુક્તિ કદી નવ થાવ;

સાચો પ્રેમ જો હોય તો, અક્ષરધામ જવાય ꠶ ૧

પલ એક જાયે લાખની, તમે લઈ લો રૂડા લ્હાવ;

જો જો આ ભવ ભૂલતા, મળે ન આવો દાવ ꠶ ૨

મને હરિગુણ ગાવાની ટેવ પડી,

 મારા નાથને મૂકું ના એક ઘડી... મને꠶ ટેક

વીંધાયું મન મુજ ના રહે અળગું,

 પ્રભુ સાથે મારે પ્રીત પડી... મને꠶ ૧

એ વિણ અન્ય હવે નવ રુચે,

 ચિંતામણિ મુજ હાથે જડી... મને꠶ ૨

ભણે નરસૈયો પ્રભુ ભજતાં એમ,

 ભવભય ભ્રમણા સઘળી ટળી... મને꠶ ૩

Mane Hariguṇ gāvānī ṭev paḍī

1-694: Narsinha Mehta

Category: Prapti ne Mahimana Pad

Sākhī

Prem vinā Prabhu nahi maḷe, enī mukti kadī nav thāy;

Sācho prem jo hoy to, Akshardhām javāy. 1

Pal ek jāye lākhni, tame laī lo rūḍā lhāv;

Jo jo ā bhav bhultā, maḷe na āvo dāv. 2

Mane Hariguṇ gāvānī ṭev paḍī,

 Mārā Nāthne mūku nā ek ghaḍī...

Vindhāyu man muj nā rahe aḷgu,

 Prabhu sāthe māre prīt paḍī... mane 1

E viṇ anya have nav ruche,

 Chintāmaṇi muj hāthe jaḍī... mane 2

Bhaṇe Narasaiyo Prabhu bhajtā em,

 Bhavbhay bhramṇā saghḷī ṭaḷī... mane 3

loading