કીર્તન મુક્તાવલી

મારે લાગો રે હરિવરથી નેડો

૧-૬૫૪: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: પ્રાપ્તિ ને મહિમાનાં પદો

પદ - ૨

મારે લાગો રે હરિવરથી નેડો, સાહ્યો સહજાનંદ સ્વામીનો છેડો... ꠶ટેક

નેડો લાગો રે હવે નવ છૂટે, જેમ હીરો તે ફોડતાં કેદી ન ફૂટે... મારે꠶ ૧

હું તો વળગી રે હરિવરની બેલી, જેમ કલ્પતરુ સાથે વેલી... મારે꠶ ૨

મારા વ્હાલાથી હું નવ થાઉં અળગી, જેમ મેઘ સંગાથે ચપળા વળગી... મારે꠶ ૩

પ્રેમાનંદની રે પ્રીતિ હરિ સાથે, જેમ રેખા તે ખેંચી વજ્રને માથે... મારે꠶ ૪

Māre lāgo re Harivarthī neḍo

1-654: Sadguru Premanand Swami

Category: Prapti ne Mahimana Pad

Pad - 2

Māre lāgo re Harivarthī neḍo,

 sāhyo Sahajānand Swāmīno chheḍo...

Neḍo lāgo re have nav chhuṭe,

 jem hīro te foḍtā kedī na fūṭe... māre 1

Hu to vaḷgī re Harivarnī belī,

 jem kalpataru sāthe velī... māre 2

Mārā vahālāthī hu nav thāu aḷgī,

 jem megh sangāthe chapaḷā vaḷgī... māre 3

Premānandnī re prīti Hari sāthe,

 jem rekhā te khenchī vajrane māthe... māre 4

loading