કીર્તન મુક્તાવલી

મારે મંદિરે પધાર્યા શ્યામ થઈ બડભાગી

૧-૬૩૩: સદ્‍ગુરુ યોગાનંદ સ્વામી

Category: પ્રાપ્તિ ને મહિમાનાં પદો

મારે મંદિરે પધાર્યા શ્યામ થઈ બડભાગી,

મારે હરિવર સાથે હેતશું લગની લાગી... ꠶ ૧

મારા મનની પૂરી હામ કૃતારથ કીધી,

ભવ બૂડતાં મારી બાંહ્ય ગ્રહીને લીધી... ꠶ ૨

મારા મનમાં વસિયા માવ તાપ સર્વે ટાળ્યા,

મને મગન કરી મહારાજ દુર્ગપુર ચાલ્યા... ꠶ ૩

મને કરવું ન સૂઝે કામ કહો કેમ કરીએ,

જબ મિલે ન સહજાનંદ ઠામ ક્યાં ઠરીએ... ꠶ ૪

એ સુખની શી કહું વાત કહી નથી જાતી,

એ સુખ સંભારતાં આજ ફાટે મારી છાતી... ꠶ ૫

કહે યોગાનંદ મુનિરાય ભજી લો પ્રીતે,

નહિ આવે જમના દૂત શાસ્ત્રની રીતે... ꠶ ૬

Māre mandire padhāryā Shyām thaī baḍbhāgī

1-633: Sadguru Yoganand Swami

Category: Prapti ne Mahimana Pad

Māre mandire padhāryā Shyām thaī baḍbhāgī,

 Māre Harivar sāthe hetshu lagnī lāgī... 1

Mārā mannī pūri hām krutārath kīdhī,

 Bhav būḍtā mārī bāhya grahīne līdhī... 2

Mārā manmā vasīyā Māv tāp sarve tāḷyā,

 Mane magan karī Mahārāj Durgapur chālyā... 3

Mane karvu na sūjhe kām kaho kem karīe,

 Jab mile na Sahajānand ṭhām kyā ṭharīe... 4

E sukhnī shī kahu vāt kahī nathī jātī,

 E sukh sambhārtā āj fāṭe mārī chhātī... 5

Kahe Yogānand Munirāy bhajī lo prīte,

 Nahī āve Jamanā dut shāstranī rīte... 6

loading