કીર્તન મુક્તાવલી

પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે

૧-૬૨૭: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: પ્રાપ્તિ ને મહિમાનાં પદો

પદ - ૪

પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે;

ગાઈએ રે, દુરિજનથી લેશ ન લજાઈએ રે... ꠶ટેક

સ્વામિનારાયણ મહામંત્ર છે, પ્રગટ હરિનું નામ;

આ અવસરે જે કોઈ લેશે, તેનાં સરશે કામ... પ્રાણી꠶ ૧

સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઊંચે સાદે ગાય;

સાંભળીને જમદૂત તેને, દૂરથી લાગે પાય... પ્રાણી꠶ ૨

સ્વામિનારાયણ નામનો પ્રાણી, અતિ મોટો પ્રતાપ;

અંતકાળે પ્રભુ તેડવા આવે, સ્વામિનારાયણ આપ... પ્રાણી꠶ ૩

સ્વામિનારાયણ સુમરીએ પ્રાણી, તજી લોકની લાજ;

પ્રેમાનંદ કહે રાજી થઈને, તેના ઉરમાં રહે મહારાજ... પ્રાણી꠶ ૪

Prāṇī Swāminārāyaṇ Swāminārāyaṇ gāīe re

1-627: Sadguru Premanand Swami

Category: Prapti ne Mahimana Pad

Pad - 4

Prāṇī Swāminārāyaṇ Swāminārāyaṇ gāīe re;

 Gāīe re, durijanthī lesh na lajāīe re...

Swāminārāyaṇ mahāmantra chhe, pragaṭ Harinu nām;

 Ā avsare je koī leshe, tenā sarshe kām... prāṇī 1

Swāminārāyaṇ Swāminārāyaṇ ūnche sāde gāy;

 Sāmbhaḷīne Jamdūt tene, dūrthī lāge pāy... prāṇī 2

Swāminārāyaṇ nāmno prāṇī ati moṭo pratāp;

 Antkāḷe Prabhu teḍvā āve, Swāminārāyaṇ āp... prāṇī 3

Swāminārāyaṇ sumarie prāṇī, tajī loknī lāj;

 Premānand kahe rājī thaīne, tenā urmā rahe Mahārāj... prāṇī 4

loading