કીર્તન મુક્તાવલી

પ્રાણી સ્વામિનારાયણ દેવ સત્ય સ્વરૂપ છે રે

૧-૬૨૪: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: પ્રાપ્તિ ને મહિમાનાં પદો

પદ - ૧

પ્રાણી સ્વામિનારાયણ દેવ સત્ય સ્વરૂપ છે રે;

સત્ય સ્વરૂપ છે રે, સુર મુનિના ભૂપ છે રે... ꠶ટેક

નેતિ નેતિ કરી નિગમ ગાયે, ઉપનિષદનો સાર;

કાળ માયાદિક સૌના પ્રેરક, અક્ષરના આધાર... પ્રાણી꠶ ૧

બ્રહ્મમહોલના વાસી રે, પ્રભુ સદા દિવ્ય સાકાર;

અક્ષરાદિક મુક્ત કોટિ, સેવે કરી અતિ પ્યાર... પ્રાણી꠶ ૨

નિજ ઇચ્છાએ નરતનું ધારી, પ્રગટ્યા શ્રી મહારાજ;

ભતરખંડના ભાવિક જનને, ઉદ્ધારવાને કાજ... પ્રાણી꠶ ૩

સત્ય કહું છું સમ ખાઈને, ખોટી નથી લગાર;

પ્રેમાનંદ કહે ભજો ભાઈઓ, થાશો ભવજળ પાર... પ્રાણી꠶ ૪

દિવ્ય સ્વરૂપ

Prāṇī Swāminārāyaṇ dev satya swarūp chhe re

1-624: Sadguru Premanand Swami

Category: Prapti ne Mahimana Pad

Pad - 1

Prāṇī Swāminārāyaṇ dev, satya swarūp chhe re;

 Satya swarūp chhe re, Sur muninā bhup chhe re...

Neti neti karī nigam gāye, Upnishadno sār;

 Kāḷ māyādik saunā prerak, Aksharnā ādhār... prāṇī 1

Brahmamaholnā vāsī re, Prabhu sadā divya sākār;

 Aksharādik mukta koṭi, seve karī ati pyār... prāṇī 2

Nij īchchhāe nartanu dhārī, pragaṭyā Shrī Mahārāj;

 Bharaṭkhanḍnā bhāvik janne, uddhārvāne kāj... prāṇī 3

Satya kahu chhu sam khāīne, khoṭī nathī lagār;

 Premānand kahe bhajo bhāīo, thāsho bhavjaḷ pār... prāṇī 4

loading