કીર્તન મુક્તાવલી

જનુની જીવો રે ગોપીચંદની

૧-૪૭૮: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ઉપદેશનાં પદો

પદ - ૨

જનુની જીવો રે ગોપીચંદની, પુત્રને પ્રેર્યો વૈરાગ જી;

ઉપદેશ આપ્યો એણી પેરે, લાગ્યો સંસારીડો આગ જી... જનુની꠶ ૧

ધન્ય ધન્ય માતા ધ્રુવ તણી, કહ્યાં કઠણ વચન જી;

રાજ સાજ સુખ પરહરી, વેગે ચાલિયા વન જી... જનુની꠶ ૨

ભલો રે ત્યાગ ભરથરી તણો, તજી જેણે સોળસેં નાર જી;

મંદિર ઝરૂખા મેલી કરી, આસન કીધલાં બા’ર જી... જનુની꠶ ૩

ઊઠી ન શકે રે ઊંટિયો, બહુ બોલાવ્યો બાજંદ જી;

તેને રે દેખીને ત્રાસ ઉપન્યો, લીધી ફકીરી છોડ્યો ફંદ જી... જનુની꠶ ૪

એવા વૈરાગ્યવંતને જાઉં વારણે, બીજા ગયા રે અનેક જી;

ભલા રે ભૂંડા અવનિ ઉપરે, ગણતાં નાવે છેક જી... જનુની꠶ ૫

ક્યાં ગયું કુળ રાવણ તણું, સગર સુત સાઠ હજાર જી;

ન રહ્યું નાણું રે રાજા નંદનું, સરવે સુપન વ્યવહાર જી... જનુની꠶ ૬

એવા છત્રપતિ ચાલી ગયા, રાજ મૂકી રાજન જી;

દેવ દાનવ રે માનવ મુનિ, સરવે જાણો સુપન જી... જનુની꠶ ૭

સમજી મૂકો તો સારું ઘણું, જરૂર મુકાવશે જમ જી;

નિષ્કુળાનંદ કહે નહીં મટે, સાચું કહું ખાઈ સમ જી... જનુની꠶ ૮

મૂકે

Janunī jīvo re Gopīchandnī

1-478: Sadguru Nishkulanand Swami

Category: Updeshna Pad

Pad - 2

Janunī jīvo re Gopīchandnī,

 putrane preryo vairāg jī;

Updesh āpyo eṇī pere,

 lāgyo sansārīḍo āg jī... jan 1

Dhanya dhanya mātā Dhruv taṇī,

 kahyā kathaṇ vachan jī;

Rāj sāj sukh parharī,

 vege chāliyā van jī... jan 2

Bhalo re tyāg Bhartharī taṇo,

 tajī jene solse nār jī;

Mandir jharūkhā melī karī,

 āsan kidhlā bā’r jī... jan 3

Ūṭhī na shake re ūntiyo,

 bahu bolāvyo Bājand jī;

Tene re dekhīne trās upanyo,

 līdhī fakīrī chhoḍyo fand jī... jan 4

Evā vairāgya vantne jāu vārṇe,

 bījā gayā re anek jī;

Bhalā re bhundā avnī upare,

 gaṇtā nāve chhek jī... jan 5

Kyā gayu kuḷ Rāvaṇ taṇu,

 Sagar sut sāṭh hajār jī;

Na rahyu nāṇu re rājā Nandnu,

 sarve supan vyavhār jī... jan 6

Evā chhatrāpati chālī gayā,

 rāj mūkī rājan jī;

Dev dānav re mānav muni,

 sarve jāṇo supan jī... jan 7

Samjī muko to sāru ghaṇu,

 jarūr mukāvshe Jam jī;

Nishkuḷānand kahe nahi maṭe,

 sāchu kahu khāī sam jī... jan 8

loading