કીર્તન મુક્તાવલી

શીદને રહીયે રે કંગાલ રે સંતો

૧-૪૧૩: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ઉપદેશનાં પદો

(ધીરજાખ્યાન પદ: ૧૦)

પદ - ૨

શીદને રહીએ રે કંગાલ રે, સંતો શીદને રહીએ રે કંગાલ;

જ્યારે મળ્યો મહા મોટો માલ રે, સંતો શીદને રહીએ કંગાલ... ટેક

પૂરણ બ્રહ્મ પુરુષોત્તમ પામી, ખામી ન રહી એક વાલ;

અમલ સહિત વાત ઓચરવી, માની મનમાં નિહાલ રે... સંતો꠶ ૧

રાજાની રાણી ભમી ભીખ માગે, હાલે કંગાલને હાલ;

ઘર લજામણી રાણી જાણી રાજા, ખીજી પાડે વળી ખાલ રે... સંતો꠶ ૨

તેમ ભક્ત ભગવાનના થઈને, રહે વિષયમાં બેહાલ;

તે તો પામર નર જાણવા પૂરા, હરિભક્તિની ધરી છે ઢાલ રે... સંતો꠶ ૩

તન મન આશ તજી તુચ્છ જાણી, કાઢું સમજી એ સાલ;

નિષ્કુળાનંદ એ ભક્ત હરિના, બીજા બજારી બકાલ રે... સંતો꠶ ૪

Shīdne rahīe re kangāl re santo

1-413: Sadguru Nishkulanand Swami

Category: Updeshna Pad

(Dhīrajākhyān pad: 10)

Pad - 2

Shīdne rahīe re kangāl re,

 santo shīdne rahīe re kangāl;

Jyāre maḷyo mahā moṭo māl re,

 santo shīdne rahīe kangāl...

Pūraṇ Brahma Purushottam pāmī,

 khāmī na rahī ek vāl;

Amal sahit vāt ocharvī,

 mānī manmā nihāl re... santo 1

Rājānī rāṇī bhamī bhīkh māge,

 hāle kangālne hāl;

Ghar lajāmaṇī rāṇī jāṇī rājā,

khījī pāḍe vaḷī khāl re... santo 2

Tem bhakta Bhagwān nā thaīne,

 rahe vishaymā behāl;

Te to pāmar nar jāṇvā pūrā,

 haribhaktinī dharī chhe dhāl re... santo 3

Tan man āsh tajī tuchchh jāṇī,

 kādhu samjī e sāl;

Nishkuḷānand e bhakta Harinā,

 bījā bajārī bakāl re... santo 4

loading