કીર્તન મુક્તાવલી

વા’લાં લાગે રે વા’લમ વેણાં

૧-૩૭૧: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

વા’લાં લાગે રે વા’લમ વેણાં,

 વા’લમ વેણાં, વા’લમ વેણાં... ꠶ટેક

વચનામૃત સાંભળવા મુખનાં,

 હાં રે સહું છું રે લોકલડાનાં મેણાં રે... ૧

કંકોળેલ કાજુ કમળ સરીખાં,

 હાં રે દિલ ગમિયાં રે રાજીવનેણાં... ૨

અધર સુધારસ પાઓને પ્યારા,

 હાં રે આવો મળિયે મારા સુંદર શેણાં... ૩

પ્રેમાનંદના પ્યારા અખંડ બિરાજો,

 હાં રે મંદિરિયે રે મારે શ્યામ સુખદેણા... ૪

Vā’lā lāge re vā’lam veṇā

1-371: Sadguru Premanand Swami

Category: Murtina Pad

Vā’lā lāge re vā’lam veṇā,

 Vā’lam veṇā, vā’lam veṇā...

Vachanāmrut sāmbhaḷvā mukhnā,

 Hā re sahu chhu re lokaldāṇā meṇā re... 1

Kankoḷel kāju kamaḷ sarīkhā,

 Hā re dil gamiyā re rājīvneṇā... 2

Adhar sudhāras pāone pyārā,

 Hā re āvo maḷīye mārā sundar sheṇā... 3

Premānandnā pyārā akhanḍ birājo,

 Hā re mandiriye re māre Shyām sukhdeṇā... 4

loading