કીર્તન મુક્તાવલી

નાથના નેણમાં વા’લાનાં વેણમાં

૧-૩૬૪: સદ્‍ગુરુ દેવાનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

રાગ: ચારુકેશી

નાથના નેણમાં, વા’લાનાં વેણમાં, કહાનનાં કેણમાં,

 મનડું વેંધાણું છે મારું રે... ꠶ટેક

ભરવાને પાણી, જાતી’તી હું જાણી, લાલમાં લોભાણી... ꠶ ૧

હસીને બોલાવી, મુને લલચાવી, ઊભા પાસે આવી... ꠶ ૨

આંખ્યું જાદુગારી, પ્રેમની પટારી, કાનાની કટારી... ꠶ ૩

દેવાનંદ ભાળી, વા’લો વનમાળી, મૂર્તિ રૂપાળી... ꠶ ૪

Nāthnā neṇmā vā’lānā veṇmā

1-364: Sadguru Devanand Swami

Category: Murtina Pad

Raag(s): Chãrukeshi

Nāthnā neṇmā, vā’lānā veṇmā, kahānnā keṇmā,

 Manḍu vendhāṇu chhe māru re...

Bharvāne pāṇī, jāti’ti hu jāṇī, Lālmā lobhāṇī... 1

Hasīne bolāvī, mune lalchāvī, ūbhā pāse āvī... 2

Ānkhyu jādugārī, premnī paṭārī, kānānī kaṭārī... 3

Devānand bhāḷi, vā’lo Vanmāḷī, mūrti rūpāḷī... 4

loading