કીર્તન મુક્તાવલી

મારાં નેણાં તણા શણગાર રે

૧-૩૫૯: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

 મારાં નેણાં તણા શણગાર રે,

 મંદિરે પધારો તમે માવજી રે ꠶ટેક

હાંરે વહાલા તમ રે વિના ગમતું નથી રે,

 મારા હરિવર હૈડાના હાર રે... મારં꠶ ૧

હાંરે વહાલા ચટક રંગીલી પહેરી ચાખડી,

 ઓરા આવોને પ્રાણ આધાર રે... મારાં꠶ ૨

હાંરે વહાલા પ્યારી રંગીલી બાંધી પાઘડી રે,

 રૂડા ઝળકે સોનેરી માંહી તાર રે... મારાં꠶ ૩

હાંરે વહાલા બ્રહ્માનંદ કહે હવે તમ વિના રે,

 મુને ઝેર થયો સંસાર રે... મારાં꠶ ૪

Mārā neṇā taṇā shaṇgār re

1-359: Sadguru Brahmanand Swami

Category: Murtina Pad

Mārā neṇā taṇā shaṇgār re,

 Mandire padhāro tame Māvjī re...

Hāre vahālā tam re vinā gamatus nathī re,

 Mārā Harivar haiḍānā hār re... mārā 1

Hāre vahālā chaṭak rangīlī paherī chākhḍī re,

 Orā āvone prāṇ ādhār re... mārā 2

Hāre vahālā pyārī rangīlī bāndhī pāghḍī re,

 Rūḍā jhaḷke sonerī māhī tār re... mārā 3

Hāre vahālā Brahmānand kahe have tam vinā re,

 Mune jher thayo sansār re... mārā 4

loading