કીર્તન મુક્તાવલી

સુંદર શોભ રે રસિયો

૧-૩૧૯: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

પદ - ૬

સુંદર શોભ રે રસિયો, વહોલો મારા હૃદયકમળમાં વસિયો;

રૂપ અલૌકિક રે જોઈ, ઉપમા તોલે ના આવે કોઈ-૧

નિત ઊઠી નારદ રે ગાવે, શેષ સહસ્રમુખ પાર ન પાવે;

શ્રી નારાયણ રે સ્વામી, હું તો એ જોઈને આનંદ પામી-૨

નખશિખ શોભા રે વખાણી, સુફળ કરું છું મારી વાણી;

અંગોઅંગને રે ગાઉં, હવે હું પાછી ભવમાં નાવું-૩

હવે હું તો થઈ છું રે માતી, હરિના ગુણસાગરમાં ના’તી;

વહાલે મને ઝાલી રે હાથે, રસિયે પ્રેમસખીને નાથે-૪

Sundar shobh re rasiyo

1-319: Sadguru Premanand Swami

Category: Murtina Pad

Pad - 6

Sundar shobhe re rasiyo, vahālo māro hradaykamaḷmā vasiyo;

Rūp alaukik re joī, upmā tole nā āve koī. 1

Nit ūṭhī Nārad re gāve, shesh sahasramukh pār na pāve;

Shrī Nārāyaṇ re Swāmī, hu to e joīne ānand pāmī. 2

Nakhshikh shobhā re vakhāṇī, sufaḷ karu chhu mārī vāṇī;

Angoangne re gāu, have hu pāchhī bhavmā nāvu. 3

Have hu to thaī chhu re māti, Harinā guṇsāgarmā nā’tī;

Vahāle mane jhālī re hāthe, rasiye Premsakhīne Nāthe. 4

loading