કીર્તન મુક્તાવલી

ચરણ હરિનાં રે શોભે

૧-૩૧૭: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

પદ - ૪

ચરણ હરિનાં રે શોભે, જોઈ જોઈ મુનિમન મધુકર લોભે;

છબી અલૌકિક રે ન્યારી, સોળે ચિહ્ન તણી બલિહારી-૧

મચ્છ તે મહાસુખ રે આપે, ત્રિકોણ ગોપદ દુઃખડાં કાપે;

કળશ ધનુષને રે ધારે, વ્યોમ તે તાપ હૈયાના ઠારે-૨

અર્ધ ચંદ્ર ઊગ્યો રે ભારી, સ્વસ્તિક અષ્ટકોણ મંગલકારી;

જવ ને જાંબુ રે વિરાજે, વજ્ર ધ્વજ અંકુશ અતિ છાજે-૩

અંબુજ શોભા રે સારી, લાગે ઊર્ધ્વરેખા અતિ પ્યારી;

શુક જેવા જોગી રે વિચારે, નિત્ય ઊઠી પ્રેમસખી ઉર ધારે-૪

Charaṇ Harinā re shobhe

1-317: Sadguru Premanand Swami

Category: Murtina Pad

Pad - 4

Charaṇ Harinā re shobhe, joī joī muniman madhukar lobhe;

Chhabī alaukik re nyārī, soḷe chihna taṇī balihārī-1

Machchh te mahāsukh re āpe, trikoṇ gopad dukhḍā kāpe;

Kaḷash dhanuṣhne re dhāre, vyom te tāp haiyānā ṭhāre-2

Ardha chandra ūgyo re bhārī, swastik aṣhṭakoṇ mangalkārī;

Jav ne jāmbu re virāje, vajra dhvaj ankush ati chhāje-3

Ambuj shobhā re sārī, lāge ūrdhvarekhā ati pyārī;

Shuk jevā Jogī re vichāre, nitya ūṭhī Premsakhī ur dhāre-4

loading