કીર્તન મુક્તાવલી

રંગનો ભીનો રે જોઈ

૧-૩૧૬: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

પદ - ૩

રંગનો ભીનો રે જોઈ, હરિનાં જુગલ ચરણ પર મોહી;

સાથળ રૂડા રે કેવા, નીરખી મનમાં રાખ્યા જેવા-૧

ગોળ છે જાડા રે સ્વરૂપે, ઉપમા કદળી થંભની ઓપે;

શોભિત શોભા રે ધામ, વ્રજવનિતાના પૂરણકામ-૨

સુંદર શોભે રે જાનુ, નીરખી ધન્ય ભાગ્ય કરી માનું;

જંઘા જુગલને રે નીરખી, ચંદન ચરચી મનમાં હરખી-૩

ઘૂંટી અનુપમ રે પાની, નીરખી મનમાં રાખું છાની;

એ પદ ઉરમાં રે ધારી, પૂજી પ્રેમસખી બલિહારી-૪

Rangno bhīno re joī

1-316: Sadguru Premanand Swami

Category: Murtina Pad

Pad - 3

Rangno bhīno re joī, Harinā jugaḷ charaṇ par mohī;

Sāthaḷ rūḍā re kevā, nīrakhī manmā rākhyā jevā. 1

Goḷ chhe jāḍā re swarūpe, upmā kadḷī thambhnī ope;

Shobhīt shobhā re Dhām, Vrajvanitānā pūraṇkām. 2

Sundar shobhe re jānu, nīrakhī dhanya bhāgya karī mānu;

Janghā jugalne re nīrakhī, chandan charchī manmā harkhī. 3

Ghuntī anupam re pānī, nīrakhī manmā rākhu chhānī;

E pad urmā re dhārī, pūjī Premsakhī balihārī. 4

loading