કીર્તન મુક્તાવલી

રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતા રે

૧-૨૭૮: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

રાગ: દેશ

પદ - ૧

રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતા રે... ꠶ટેક

જરકસિયો જામો હરિ પહેરી, માથે બાંધી પાઘ સોનેરી;

 ગૂઢો રેંટો ઓઢી મન લલચાવતા રે... રૂડા꠶ ૧

હૈડે હાર ગુલાબી ફોરે, ચિત્ત મારું રોકી રાખ્યું તોરે;

 ગજરા કાજુ બાજૂ મન મારે ભાવતા રે... રૂડા꠶ ૨

કનક છડી સુંદર કર લઈને, ગજગતિ ચાલો હળવા રહીને;

 ચિત્તડું ચોરો મીઠું મીઠું ગાવતા રે... રૂડા꠶ ૩

પ્રેમાનંદના નાથ વિહારી, જાઉં તારા વદનકમળ પર વારી;

 હેતે શું બોલાવી તાપ શમાવતા રે... રૂડા꠶ ૪

Rūḍā lāgo chho Rājendra mandir māre āvatā re

1-278: Sadguru Premanand Swami

Category: Murtina Pad

Raag(s): Desh

Pad - 1

Rūḍā lāgo chho Rājendra mandir māre āvtā re...

Jarkasiyo jāmo Hari paherī,

Māthe bāndhī pāgh sonerī;

Gūḍho renṭo oḍhī man lalchāvtā re... rūḍā 1

Haiḍe hār gulābī fore,

Chitt māru rokī rākhyu tore;

Gajrā kāju bājū man māre bhāvtā re... rūḍā 2

Kanak chhaḍī sundar kar laīne,

Gajgati chālo haḷvā rahīne;

Chittḍu choro mīṭhu mīṭhu gāvtā re... rūḍā 3

Premānand nā Nāth vihārī,

Jāu tārā vadankamaḷ par vārī;

Hete shu bolāvī tāp shamāvtā re... rūḍā 4

loading