☰ kirtans

કીર્તન મુક્તાવલી

રહેજો મારી આંખલડી આગે

૧-૨૬૭: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

પદ - ૨

રહેજો મારી આંખલડી આગે... ꠶ટેક

નીરખી તમને નાથજી, મારી ભુખલડી ભાંગે... રહેજો꠶ ૧

ચમકા કરતી ચાખડી રે, કેસરિયે વાઘે;

શીશ કલંગી શોભતી, વા’લા જરકસિયે પાઘે... રહેજો꠶ ૨

રસિક સલૂણા રાજને, હું તો રીઝી છું રાગે;

જોઈ જોઈ તમને જાદવા, નિત પ્રીતલડી જાગે... રહેજો꠶ ૩

કમર કટારે વાંકડો રે, અતિ પ્યારો લાગે;

અધક્ષણું રહો મા વેગળા, એમ બ્રહ્માનંદ માગે... રહેજો꠶ ૪

Rahejo mārī ānkhalḍī āge

1-267: Sadguru Brahmanand Swami

Category: Murtina Pad

Pad - 2

Rahejo mārī ānkhalḍī āge

 Nīrakhī tamne Nāthjī, mārī bhukhalḍī bhāge... rahejo 1

Chamkā kartī chākhḍī re, kesariye vāghe;

 Shīsh kalangī shobhtī, vā’lā jarkasiye pāghe... rahejo 2

Rasik saluṇā rājne, hu to rījhī chhu rāge;

 Joī joī tamne jādvā, nit prītalḍī jāge... rahejo 3

Kamar kaṭāro vānkḍo re, ati pyāro lāge;

 Adhakshaṇu raho mā vegḷā, em Brahmānand māge... rahejo 4

loading