કીર્તન મુક્તાવલી

કેસરનું તિલક સોહામણું ગિરધારી રે

૧-૨૬૫: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

પદ - ૨

કેસરનું તિલક સોહામણું ગિરધારી રે;

 ઝળકે છે સુંદર ભાલ જાઉં બલિહારી રે... ꠶ટેક

રસ રેખલડી વિલસી રહી, ગિરધારી꠶

 નીરખીને થઈ છું નિહાલ... જાઉં꠶ ૧

વારી બેહદ ભૃકુટી વાંકડી, ગિરધારી꠶

 જાણે કરડી શ્યામ કબાણ... જાઉં꠶ ૨

રૂપાળી ટસરું રાતડી, ગિરધારી꠶

 લોચનિયાં તીખાં બાણ... જાઉં꠶ ૩

નાસા અણિયાળી નમણી, ગિરધારી꠶

 જોઈ લાજે દીપક કીર... જાઉં꠶ ૪

બ્રહ્માનંદ કહે જોઈ રહેતી નથી, ગિરધારી꠶

 ઉર દેવત્રિયાને ધીર... જાઉં꠶ ૫

Kesarnu tilak sohāmaṇu Girdhārī re

1-265: Sadguru Brahmanand Swami

Category: Murtina Pad

Pad - 2

Kesarnu tilak sohāmaṇu Girdhārī re;

 Jhaḷke chhe sundar bhāl jāu balihārī re...

Ras rekhalḍī vilasī rahī, Girdhārī re

 Nīrakhīne thaī chhu nihāl... jāu 1

Vārī behad bhrukuṭī vānkḍī, Girdhārī re

 Jāṇe karḍī Shyām kabāṇ... jāu 2

Rūpāḷī ṭasrū rātḍī, Girdhārī re

 Lochaniyā tīkhā bāṇ... jāu 3

Nāsā aṇiyāḷī namṇī, Girdhārī re

 Joī lāje dīpak kīr... jāu 4

Brahmānand kahe joī rahetī nathī, Girdhārī re

 Ur devtriyāne dhīr... jāu 5

loading