કીર્તન મુક્તાવલી

તારી મૂરતિ રે છે જો નેણુંનો શણગાર

૧-૨૬૨: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

પદ - ૧

 તારી મૂરતિ રે, છે જો નેણુંનો શણગાર;

 નેણુંનો શણગાર, મારા હૈડા કેરો હાર... તારી꠶ ટેક

મોહન તારી મૂર્તિ જોઈને, ભૂલી છું તન ભાન;

નીરખતાં નજરામાં થઈ છું, ગજરામાં ગુલતાન... તારી꠶ ૧

માથે ઝીણી પાઘ મનોહર, સુંદર શ્યામ શરીર;

નથી રહેતી તારું રૂપ નિહાળી, વ્રજનારીને ધીર... તારી꠶ ૨

બાંય જડાઉ બાંધેલ બાજૂ, કાજુ ધર્મકિશોર;

બ્રહ્માનંદ કહે મોહી છું વેણે, નેણે જાદું જોર... તારી꠶ ૩

Tārī mūrti re chhe jo neṇu no shaṇgār

1-262: Sadguru Brahmanand Swami

Category: Murtina Pad

Pad - 1

Tārī mūrti re, chhe jo neṇu no shaṇgār;

 Nenu no shaṇgār, mārā haiḍā kero hār...

Mohan tārī mūrti joīne, bhulī chhu tan bhān;

 Nīrakhtā najrāmā thaī chhu, gajrāmā gultān... tārī 1

Māthe jhīṇī pāgh manohar, sundar Shyām sharīr;

 Nathī rahetī tāru rūp nihāḷī, Vrajnārīne dhīr... tārī 2

Bāy jaḍāu bāndhel bājū, kāju Dharmakishore;

 Brahmānand kahe mohī chhu veṇe, neṇe jādu jor... tārī 3

loading