☰ kirtans

કીર્તન મુક્તાવલી

મારો નવલ સનેહી ઝૂલે નાથ રે

૧-૨૨૨: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: ઉત્સવનાં પદો

રાગ: ગુર્જરી તોડી

હિંડોળા પર્વ (અષાઢ વદ ૨ થી શ્રાવણ વદ ૨)

મારો નવલ સનેહી ઝૂલે નાથ રે, નૌતમ હિંડોળે;

મારું મનડું લોભાણું એની સાથ રે, ફૂલતણે તોરે... ꠶ટેક

ફૂલ તણી શિર પાઘ મનોહર, વાઘો તે ફૂલાં કેરો રે;

અંગ અંગ પ્રતિ ફૂલ આભૂષણ, જોઈને મટે ભવ ફેરો રે... મારો꠶ ૧

ફૂલી કુંજ કુંજ દ્રુમ વેલી, ચંપા જાઈ ચમેલી રે;

મધુકર ગુંજે મદન ભર્યા, બહુ થઈ છે આનંદ હેલી રે... મારો꠶ ૨

વરસે દેવ કુસુમની વરખા, નૃત્ય કરે બહુ ગાયે રે;

પ્રેમાનંદના નાથને નીરખી, આનંદ ઉર ન સમાયે રે... મારો꠶ ૩

Māro naval sanehī zūle nāth re

1-222: Sadguru Premanand Swami

Category: Utsavna Pad

Raag(s): Gurjari Todi

Hinḍoḷā Parva (Aṣhāḍh Vad 2 to Shrāvaṇ Vad 2)

Māro naval sanehī jhule Nāth re, nautam hinḍoḷe;

 Māru manḍu lobhāṇu enī sāth re, fūltaṇe tore...

Fūl taṇī shir pāgh manohar,

  Vāgho te fūlā kero re;

Ang ang prati fūl ābhūshaṇ,

 Joīne maṭe bhav fero re... māro 1

Fūlī kunj kunj drum velī,

 Champā jāī chamelī re;

Madhukar gunje madan bharyā,

 Bahu thaī chhe ānand helī re... māro 2

Varse dev kusumnī varkhā,

 Nrutya kare bahu gāye re;

Premānandnā Nāthne nīrakhī,

 Ānand ur na samāye re... mārā 3

loading