કીર્તન મુક્તાવલી

નિજ સેવકને રે (પદ - ૧૦)

૧-૧૭૯: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: લીલા ચિન્તામણિ

પદ - ૧૦

નિજ સેવકને રે, સુખ દેવાને કાજ;

પોતે પ્રગટ્યા રે, પુરુષોત્તમ મહારાજ. ૧

ફળિયામાંહી રે, સભા કરી વિરાજે;

પૂરણ શશી રે, ઉડુગણમાં જેમ છાજે. ૨

બ્રહ્મરસ વરસી રે, તૃપ્ત કરે હરિજનને;

પોઢે રાત્રે રે, જમી શ્યામ શુદ્ધ અન્નને. ૩

બે આંગળિયું રે, તિલક કર્યાની પેરે;

ભાલ વચ્ચે રે, ઊભી રાખી ફેરે. ૪

સૂતાં સૂતાં રે, માળા માગી લઈને;

જમણે હાથે રે, નિત ફેરવે ચિત્ત દઈને. ૫

ભૂલ ન પડે રે, કેદી એવું નેમ;

ધર્મકુંવરની રે, સહજ પ્રકૃતિ એમ. ૬

ભર નિદ્રામાં રે, પોઢ્યા હોય મુનિરાયે;

કોઈ અજાણે રે, લગાર અડી જાયે. ૭

ત્યારે ફડકી રે, જાગે સુંદર શ્યામ;

‘કોણ છે?’ પૂછે રે, સેવકને સુખધામ. ૮

એવી લીલા રે, હરિની અનંત અપાર;

મેં તો ગાઈ રે, કાંઈક મતિ અનુસાર. ૯

જે કોઈ પ્રીતે રે, શીખશે સુણશે ગાશે;

પ્રેમાનંદનો રે, સ્વામી રાજી થાશે. ૧૦

નિયમ

અડકી

Nij sevakne re (pad - 10)

1-179: Sadguru Premanand Swami

Category: Leela Chintamani

Pad - 10

Nij sevakne re, sukh devāne kāj;

Pote pragaṭyā re, Purushottam Mahārāj. 1

Faḷiyāmāhī re, sabhā karī virāje;

Pūraṇ shashī re, uḍugaṇmā jem chhāje. 2

Brahmras varsī re, trupt kare harijanne;

Poḍhe rātre re, jamī Shyām shuddh annane. 3

Be āngaḷiyu re, tilak karyānī pere;

Bhāl vachche re, ūbhī rākhī fere. 4

Sūtā sūtā re, māḷā māgī laīne;

Jamṇe hāthe re, nit ferve chitt daīne. 5

Bhul na paḍe re, kedī evu nem;

Dharmakuvarnī re, sahaj prakruti em. 6

Bhar nidrāmā re, poḍhyā hoye Munirāye;

Koī ajāṇe re, lagār aḍī jāye. 7

Tyāre faḍkī re, jāge sundar Shyām;

‘Koṇ chhe?’ pūchhe re, sevakne Sukhdhām. 8

Evī līlā re, Harinī anant apār;

Me to gāī re, kaik mati anusār. 9

Je koī prīte re, shikhshe suṇshe gāshe;

Premānandno re, Swāmī rājī thāshe. 10

loading