કીર્તન મુક્તાવલી

વસ્યો છે છોગલાવાળો મારે મન

૧-૧૫૭: જેરામ બ્રહ્મચારી

Category: થાળ

વસ્યો છે છોગલાવાળો, મારે મન વસ્યો છે છોગલાવાળો;

છેલ છબીલો ને અજબ રંગીલો, એનો ચપળ છે નેણનો ચાળો... મારે꠶

જરકસી જામો ને પાઘ કસુંબી, કમર કસ્યો છે કટારો;

કાને કુંડળ કંઠે મોતીડાંની માળા, એના સુરવાળનો ઝબકારો... મારે꠶

કપૂરની માળા કંઠે બિરાજે, હેમ કડાં બે હારો;

જમણી આંગળીએ વેઢવીંટી વિરાજે, એનો તોરો કુસુમથી ન્યારો... મારે꠶

હૈડા ઉપર હેમચંદ્ર બિરાજે, પાયે પાવડી ઘૂઘરીનો ઘમકારો;

અટક મટક એની ચાલ ચટક, બ્રહ્મચારી જેરામનો પ્યારો... મારે꠶

Vasyo chhe chhogalāvāḷo māre man

1-157: Jeram Brahmachari

Category: Thal

Vasyo chhe chhogalāvāḷo,

 Māre man vasyo chhe chhogalāvāḷo;

Chhel chhabīlo ne ajab rangīlo,

 Eno chapaḷ chhe neṇ no chāḷo... māre 1

Jarkasī jāmo ne pāgh kasumbī,

 Kamar kasyo chhe kaṭāro;

Kāne kunḍaḷ kanṭhe motīḍā nī māḷā,

 Enā sūrvāḷno jhabkāro... māre 2

Kapūrnī māḷā kanṭhe birāje,

 Hem kaḍā be hāro;

Jamṇī āngaḷīe vedhvīntī virāje,

 Eno toro kusumthī nyāro... māre 3

Haiḍā upar hemchandra birāje,

 Pāye pāvḍī ghugharīno ghamkāro;

Aṭak maṭak enī chāl chaṭak,

Brahmachārī Jerāmno pyāro... māre 4

loading