કીર્તન મુક્તાવલી

જે કોઈ ડચકાં દિવસ રાત ખાતો નર હોય ખરાં રે

૧-૧૦૭૬: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ચોસઠપદી

પદ - ૪૫

જે કોઈ ડચકાં દિવસ રાત, ખાતો નર હોય ખરાં રે;

તેની જીવવાની જૂઠી વાત, પાંપળાં મેલો પરાં રે... ૧

જેની નાડી છાંડી ગઈ ઘર, જિહ્‌વા તો ટૂંકી પડી રે;

દ્રગ દોય દઈ ગયાં દર, શ્વાસ આવ્યો સુધો ચડી રે... ૨

તેહ સમામાંહી સગપણ, કરે કોય કન્યાતણું રે;

તેને રોકડું છે રંડાપણ, એવાતણ ઉધારે ઘણું રે... ૩

તેમ સત્સંગમાં કોઈ જન, ગડબડ ગોટા વાળે રે;

કહે નિષ્કુળાનંદ કોઈ દન, રખે તે જીવિત બાળે રે... ૪

Je koī ḍachkā divas rāt khāto nar hoy kharā re

1-1076: Sadguru Nishkulanand Swami

Category: Chosath Padi

Pad 45

Je koī ḍachkā divas rāt, khāto nar hoy kharā re;

 Tene jīvvāṇī jūṭhī vāt, pāmpaḷā melo parā re... 1

Jenī nāḍī chhānḍī gaī ghar, jihvā to tūkī paḍī re;

 Drag doy daī gayā dar, shvas āvyo sudho chaḍī re... 2

Teh samāmāhī sagpaṇ, kare koī kanyātaṇu re;

 Tene rokḍu chhe ranḍāpaṇ, evātaṇ udhāre ghaṇu re... 3

Tem satsangmā koī jan, gaḍbaḍ goṭā vāḷe re;

 Kahe Nishkuḷānand koī dan, rakhe te jīvit bāḷe re... 4

loading