કીર્તન મુક્તાવલી

કહેશો હરે ફરે નર આપ મૂઓ તેને કેમ કહીએ રે

૧-૧૦૭૪: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ચોસઠપદી

પદ - ૪૩

કહેશો હરે ફરે નર આપ, મૂઓ તેને કેમ કહીએ રે;

તે તો પૂંછ હલાવે છે સાપ, ઘડીવાર જીવ ગયે રે... ૧

પણ પંડમાંયે નથી પ્રાણ, જરૂર જાણી લેજો રે;

જોઈ એના અંગનાં એંધાણ, પછી ડરી દૂર રહેજો રે... ૨

કાપ્યું તરુ કાઢે છે કૂંપળ, સરે પણ સૂકી જાશે રે;

તેમ નર કરે કોટિ કળ, અંતે તે ઉઘાડું થાશે રે... ૩

કહો કપટ કેટલા દન, નર એહ રાખી રહેશે રે;

કહે નિષ્કુળાનંદ સહુ જન, જેમ હશે તેમ કહેશે રે... ૪

Kahesho hare fare nar āp mūo tene kem kahīe re

1-1074: Sadguru Nishkulanand Swami

Category: Chosath Padi

Pad 43

Kahesho hare fare nar āp, mūo tene kem kahīe re;

 Te to pūnchh halāve chhe sāp, ghaḍīvār jīva gaye re... 1

Paṇ panḍmāye nathī prāṇ, jarūr jāṇī lejo re;

 Joī enā angnā endhāṇ, pachhī ḍarī dūr rahejo re... 2

Kāpyu taru kādhe chhe kūpaḷ, sare paṇ sūkī jāshe re;

 Tem nar kare koṭi kaḷ, ante te ūghāḍu thāshe re... 3

Kaho kapaṭ keṭlā dan, nar eh rākhī raheshe re;

 Kahe Nishkuḷānand sahu jan, jem hashe tem kaheshe re... 4

loading