કીર્તન મુક્તાવલી

દેહ પોષવા સારુ જે દંભ કરે છે જે કુબુદ્ધિ

૧-૧૦૩૮: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ચોસઠપદી

પદ - ૭

દેહ પોષવા સારુ જે દંભ, કરે છે જે કુબુદ્ધિ;

ખોટા સુખ અરથે આરંભ, મૂકે નહિ મૂઆ સુધી... ૧

તેણે જનમ પશુને પાડ, ખોયો ખોટા કારણે;

મોક્ષ મારગે દીધાં કમાડ, કડી જડી બારણે... ૨

ફેરો ન ફાવ્યો થયો ફજીત, જીત ગઈ જળમાં;

મેલી મુક્ત મોટપની રીત, ખ્યાતિ કરી ખળમાં... ૩

આપ ડહાપણે આખો દિવસ, દુઃખે ભર્યો દો’યલો;

કહે નિષ્કુળાનંદ અવસ, ખાટ્યો માલ ખોયલો... ૪

Deh poshvā sāru je dambh kare chhe je kubuddhi

1-1038: Sadguru Nishkulanand Swami

Category: Chosath Padi

Pad 7

Deh poshvā sāru je dambh, kare chhe je kubuddhi;

 Khoṭā sukh arthe ārambh, mūke nahi mūā sudhī... 1

Teṇe janam pashune pāḍ, khoyo khoṭā kāraṇe;

 Moksha mārge didhā kamāḍ, kaḍī jaḍī bārṇe... 2

Fero na fāvyo thayo fajīt, jīt gaī jaḷmā;

 Melī mukta motapnī rīt, khyāti karī khaḷmā... 3

Āp ḍahāpaṇe ākho divas, dukhe bharyo do’ylo;

 Kahe Nishkuḷānand avas, khāṭyo maḷ khoylo... 4

loading