કીર્તન મુક્તાવલી

અમને પ્યારું પ્યારું લાગે પ્રમુખસ્વામી કેરું નામ

૧-૧૦૨૫: વનમાળીદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

(‘એની જ્યોતિ જગમગ થાય...’ એ ઢાળ)

અમને પ્યારું પ્યારું લાગે પ્રમુખસ્વામી કેરું નામ,

પ્રમુખસ્વામી કેરું નામ, જીવને ઠરવાનું છે ઠામ,

 અમને પ્યારું પ્યારું... ꠶ટેક

સહુથી સારું નામ છે ન્યારું, ઉજ્જ્વળ જીવનને કરનારું,

પામે ચંચળ મન વિશ્રામ, પ્રમુખસ્વામી કેરું નામ... ૧

નિશદિન ભાવ ધરી સંભારું, અંતરથી ના ઘડીએ વિસારું,

થાયે જીવન પૂરણકામ, પ્રમુખસ્વામી કેરું નામ... ૨

સર્વે સ્થિતિ સર્વ ક્રિયામાં, હરદમ હેતે ધરું હૈયામાં,

દિલમાં શુભ ગુણ વસે તમામ, પ્રમુખસ્વામી કેરું નામ... ૩

પ્રગટ મળિયા પ્રમુખસ્વામી, કહે વનમાળી ભાંગી ખામી,

કરીએ કોટિ કોટિ પ્રણામ, પ્રમુખસ્વામી કેરું નામ... ૪

Amne pyāru pyāru lāge Pramukh Swāmī keru nām

1-1025: Vanmalidas

Category: Pramukh Swami Maharajna Pad

(‘Enī jyoti jagmag thāy...’ e ḍhāḷ)

Amne pyāru pyāru lāge Pramukh Swāmī keru nām,

Pramukh Swāmī keru nām, jīvane ṭharvānu chhe ṭhām...

Sahuthī sāru nām chhe nyāru, ujjvaḷ jīvan ne karnāru,

Pāme chanchaḷ man vishrām, Pramukh Swāmī keru nām... 1

Nishdin bhāv dharī sambhāru, antarthī nā ghaḍīe visāru,

Thāye jīvan pūraṇkām, Pramukh Swāmī keru nām... 2

Sarve sthiti sarva kriyāmā, hardam hete dharu haiyāmā,

Dilmā shubh guṇ vase tamām, Pramukh Swāmī keru nām... 3

Pragaṭ maḷiyā Pramukh Swāmī, kahe Vanmāḷī bhāngī khāmī,

Karīye koṭi koṭi praṇām, Pramukh Swāmī keru nām... 4

loading