કીર્તન મુક્તાવલી

ઘણું જીવો હો જીવન આધાર નારાયણસ્વરૂપ તમે

૧-૧૦૨૩: વનમાળીદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

ઘણું જીવો હો જીવન આધાર, નારાયણસ્વરૂપ તમે,

ગુરુ હરિ છો હૈયાના હાર, નારાયણસ્વરૂપ તમે... ꠶ટેક

છીએ સેવક સ્વામીજી તમારા અમે,

અમે કરશું હંમેશાં જે તમને ગમે,

રાજી રહેજો જાણી નિજ બાળ... નારાયણસ્વરૂપ તમે꠶ ૧

તન મન ધન સર્વે ચરણે ધરું,

મન કર્મ વચનથી સેવા કરું,

સર્વ જીવોનું શ્રેય કરનાર... નારાયણસ્વરૂપ તમે꠶ ૨

અમે ઋણી ગુરુજી તમારા છીએ,

પ્રાણ-પ્યારા કહો તો પ્રાણ પાથરીએ,

સદા સર્વત્ર જય જયકાર... નારાયણસ્વરૂપ તમે꠶ ૩

કરીએ અર્પણ આવરદા અમારી બધી,

રહો અવિચળ અનંત કલ્પ સુધી,

સુખ આપો સહુને અપાર... નારાયણસ્વરૂપ તમે꠶ ૪

તવ ચરણોમાં જીવન અમારું વીતે,

દિવ્ય મૂર્તિ રહે પ્રભુ અખંડ ચિત્તે,

વનમાળીને મન વસનાર... નારાયણસ્વરૂપ તમે꠶ ૫

Ghaṇu jīvo ho jīvan ādhār Nārāyaṇswarūp tame

1-1023: Vanmalidas

Category: Pramukh Swami Maharajna Pad

Ghaṇu jīvo ho jīvan ādhār, Nārāyaṇswarūp tame,

 Guru Hari chho haiyānā hār, Nārāyaṇswarūp tame...

Chhīe sevak Swāmījī tamārā ame,

Ame karshu hammeshā je tamne game,

 Rajī rahejo jāṇī nij bāḷ... Nārāyaṇswarūp tame 1

Tan man dhan sarve charaṇe dharu,

Man karmā vachanthī sevā karu,

 Sarva jīvonu shrey karnār... Nārāyaṇswarūp tame 2

Ame rūṇī gurujī tamārā chhīe,

Prāṇ-pyārā kaho to prāṇ pāṭharīe,

 Sadā sarvatrā jayjay kār... Nārāyaṇswarūp tame 3

Karīe arpaṇ āvardā amārī badhī,

Raho avichaḷ anant kalp sudhī,

 Sukh āpo sahune apār... Nārāyaṇswarūp tame 4

Tav charaṇomā jīvan amāru vīṭe,

Divya mūrti rahe Prabhu akhanḍ chitte,

 Vanmāḷīne man vasnār... Nārāyaṇswarūp tame 5

loading