કીર્તન મુક્તાવલી
ઝળહળી રહી છે જ્યોત જગતમાં થઈ રહ્યો જય જયકાર
૧-૧૦૧૩: વનમાળીદાસ
Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો
ઝળહળી રહી છે જ્યોત જગતમાં, થઈ રહ્યો જય જયકાર,
પ્રગટ્યા સંત સુહાગી... ꠶ટેક
સંવત ઓગણીસસો ને અઠ્યોતેરની સાલમાં,
જન્મ ધર્યો છે વા’લે ચાણસદ ગામમાં,
આનંદ થયો છે અપાર... ૧
બાળપણમાં બીજ ઊગ્યાં ભક્તિનાં,
મહેંકી ઊઠ્યાં ફૂલો જ્ઞાનશક્તિનાં,
છોડી દીધો છે સંસાર... ૨
યજ્ઞપુરુષદાસ સત્પુરુષ સેવિયા,
સંતોમાં પ્રિય બની પ્રમુખસ્વામી કા’વિયા,
યોગીજીને રાજી કરનાર... ꠶ ૩
ધર્મધુરાને વા’લે લીધી છે સંભાળી,
સ્વામીશ્રીજીને રાખ્યા ઉરમાં ઉતારી,
ગુણાતીત જ્ઞાન દેનાર... ૪
સત્સંગ કરાવ્યો વા’લે દેશપરદેશમાં,
ખોળે મુમુક્ષુઓને સંત કેરા વેશમાં,
કરવા અનંતનો ઉદ્ધાર... ૫
પૂર્વ કેરાં પુણ્યથી સંત આજ મળિયા,
કહે વનમાળીદાસ દુઃખ સર્વ ટળિયાં,
નક્કી ઉતારે ભવપાર... ૬
Jhaḷhaḷī rahī chhe jyot jagatmā thaī rahyo jayjaykār
1-1013: Vanmalidas
Category: Pramukh Swami Maharajna Pad
Jhaḷhaḷī rahī chhe jyot jagatmā,
thaī rahyo jayjaykār
Pragaṭyā sant suhāgī...
Samvat ogaṇisso ne athyoternī sālmā,
Janma dharyo chhe vā’le Chāṇsad gāmmā,
Ānand thayo chhe apār... 1
Bāḷpaṇmā bīj ūgyā bhaktinā,
Mahekī ūṭhyā fūlo gnānshaktinā,
Chhoḍī dīdho chhe sansār... 2
Yagnapurushdās satpurush seviyā,
Santomā priya banī Pramukh Swāmī kā’viyā,
Yogījīne rājī karnār... 3
Dharmadhurāne vā’le līdhī chhe sambhāḷī,
Swāmī Shrījīne rākhyā urmā utārī,
Guṇātīt gnān denar... 4
Satsang karāvyo vā’le deshpardeshmā,
Khoḷe mumukshuone sant kerā veshmā,
Karvā anantno uddhār... 5
Pūrva kerā puṇyathī sant āj maḷiyā,
Kahe Vanmāḷīdās dukh sarva ṭaḷiyā,
Nakkī utāre bhavpār... 6