કીર્તન મુક્તાવલી

પ્યારી રે તારી મૂર્તિ રંગી નીરખી ઠરે મારાં નેણ રે

૨-૯૦૩૫: સદ્‍ગુરુ મંજુકેશાનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

પ્યારી રે તારી મૂર્તિ રંગી, નીરખી ઠરે મારાં નેણ રે,

 અંતરમાં ખૂંત્યા છે રે આવી, વાલા તમારાં વેણ રે... પ્યારી

ફૂળડાંના ગજરા ને ફૂલડાંનાં બાજુ, શોભે છે નૌતમ હાથે રે,

 ફૂલડાના હાર પહેર્યા છે રે કોટે, છોગલા મેલ્યા છે માથે રે... પ્યારી

ફૂલડાંના ગુચ્છ ગુલાબી કાને, સુંદર વર ઘણું શોભે રે,

 સૂક્ષ્મ શ્વેત વસન તન પેર્યા, જોઈ જોઈ ચિત્તડું લોભે રે... પ્યારી

ઉર ઉરપ અલબેલા રે વાલા, મોતીની માળા વિરાજે રે,

 મંજુકેશાનંદના વાલાની, છબી જોઈ કંદર્પ લાજે રે... પ્યારી

Pyārī re tārī mūrti rangī nīrakhī ṭhare mārā neṇ re

2-9035: Sadguru Manjukeshanand Swami

Category: Murtina Pad

Pyārī re tārī mūrti rangī, nīrakhī ṭhare mārā neṇ re,

 Antarmā khūntyā chhe re āvī, vālā tamārā veṇ re... Pyārī

Fūḷḍānā gajarā ne fūlḍānā bāju, shobhe chhe nautam hāthe re,

 Fūlḍānā hār paheryā chhe re koṭe, chhogalā melyā chhe māthe re... Pyārī

Fūlḍānā guchchha gulābī kāne, sundar var ghaṇu shobhe re,

 Sūkṣhma shvet vasan tan peryā, joī joī chittaḍu lobhe re... Pyārī

Ur urap albelā re vālā, motīnī māḷā virāje re,

 Manjukeshānandnā vālānī, chhabī joī Kandarp lāje re... Pyārī

loading